ખાંભાના નેસડી-2 ગામે ખનીજ ચોરી થતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆતApril 26, 2019

અમરેલી તા,26
ખાંભાનાં નેસડી ગામ ખાતે થતી ખનીજ ચોરી અટકાવવા અને ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર આરટીઆઈ એકટીવીસ્ટ બાટાવાળાએ રાજયના મુખ્યમંત્રીને પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકાના નેસડી ગામે સર્વે નંબર 47 પૈકી ર ગૌચરની જમીનમાં જવાબદાર તંત્રની મીલીભગત અને વહીવટથી ગેરકાયદે ખનીજ ચોરી બાબતે નેસડી ગામના મહિલા સરપંચે અટકાવવા જવાબદાર વિભાગોને પગલા લેવા જાણ કરેલ છતાં તંત્ર ઘ્વારા તાત્કાલીક અસરથી ખનીજ ચોરી અટકાવવા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા નેસડી ગામ સમસ્તે થાકી હારીને મતદાનનો બહિષ્કાર કરવાની જવાબદાર તંત્રને જાણ કરતા તંત્ર હરકતમાં આવી થોડી ઘણી કાર્યવાહી કરી સંતોષ માનેલ છે. નેસડી ગામની સર્વે નં. 47 પૈકી ર વાળી ગૌચરની જમીનમાં વર્ષ ર001માં ગાધકડાના ગોબરભાઈ કરશનભાઈ કેવડીયાને કવોરી લીઝ ઈસ્યુ કરવામાં આવેલ જે લીઝ પૂરી થયાને વરસો વીતી ગયા હોવા છતાં ખનીજ ચોરી કરતી પર્યાવરણને વ્યાપક નુકશાન પહોંચાડી આશાપુરા સ્ટોન ક્રશરમાં થયેલ ગેરકાયદે ખનીજ ચોરીનું પાપ છુપાવવા ગેરકાયદે ખનીજ ચોરીની તપાસમાં ગયેલ તપાસનીશ અધિકારીને આશાપુરા સ્ટોન ક્રશરના લેટરપેડ ઉપર ગેરકાયદે ખડકી દીધેલ. તપાસનીશ અધિકારી, ગામના સરપંચ તથા અગ્રણીઓને સાથે રાખી પંચરોજકામ કરાવવા અંતમાં માંગ કરેલ છે.