ભાવનગરમા ટ્રાવેલ્સની બસની ડીકીમાંથી 648 બોટલ દારૂ નિકળ્યોApril 26, 2019

ભાવનગર તા,26
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાખાન પઠાણ ને એવી બાતમીરાહે હકિકત મળેલ કે મુંબઇ/દિવ વાયા ભાવનગરના રૂટ ઉપર ચાલતી જય ખોડીયાર ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરફેર થાય છે. આજરોજ તે ટ્રાવેલ્સમાં મુંબઇથી ભારતીય બનાવટનો દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની મદદ લેવાની છે. અને દારૂનો જથ્થો પેસેન્જરોના સામન ભેગો ડીકીમાં હોવાની શકયાતા છે. તેવી હકિકત મળેલ જે હકિકત આઘારે આજરોજ વહેલી સવારના નારી ચોકડી ખાતે વોચમાં રહેતા તે દરમ્યાન જય ખોડીયાર ટ્રાવેલ્સની બસ નારી ચોકડી ઉપર આવતા તેને કોર્ડન કરી રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની પ્લાસ્ટીકના થેલા નંગ-17 માં કુલ બોટલ નંગ-648 કી.રૂ. 2,91,984/-ની મળી આવતા તેમજ ઉપરોકત પાંચેય ઇસમો પાસેથી મોબાઇલ નંગ-05 કિ.રૂ. 16,500/- તથા બસની કિ.રૂ. 20,00,000/- ગણી કુલ કિ.રૂ. 23,08,484/-ના મુદામાલ સાથે પકડાય જઇ તમામે પુનમબેન ઠ/ઘ ઘર્મેશભાઇ મેઘજીભાઇ સારોલીયા રહે. મુંબઇ ભાયખલા વેસ્ટ એમ.એન. જોષી માર્ગ લક્ષ્મી બીલ્ડીંગ પી. રૂમ નં-301, ઘર્મેશભાઇ મેઘજીભાઇ નરશીભાઇ સારોલીયા રહે. મુંબઇ ભાયખલા વેસ્ટ એમ.એન.જોષી માર્ગ લક્ષ્મી બીલ્ડીંગ પી. રૂમ નં-301, શારદાબેન રોહીતભાઇ જોરૂભાઇ બુટીયા રહે. મુંબઇ કાંદીવલી આકોલી રોડ હનુમાનનગર સાવલીબારની પાછળ રૂમ નં-107, ડ્રાયવર ઉમેશભાઇ ડાયાભાઇ મેરાભાઇ વાઘેલા સોનગઢ પેટ્રોલ પંપની પાછળ તા.શિહોર જી.ભાવનગર, કલીનર વિક્રમભાઇ રણજીતભાઇ શંભુભાઇ ચૌહાણ મોટા ખુટવડા તા. મહુવા જી.ભાવનગરની ધરપકડ કરી હતી.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. કલ્યાણસિંહ જાડેજા,ભયપાલસિંહ ચુડાસમા પો.કો. ઇમ્તીયાઝ પઠાણ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા