કાળઝાળ ગરમીમાં 14 સિંહોનું ટાળુ છેેક અમરેલી જિલ્લા સુધી પહોંચી ગયું April 26, 2019

અમરેલી તા.26
અમરેલી જિલ્લામાં ઉનાળોનાં દિવસે આકરો થતો જાય છે માનવી, પશુ, પક્ષીઓતો કાળજાળ ગરમીથી ચીડવાયા છે ત્યારે વનના રાજા ગણાતા વનરાજ પણ હવે ઉનાળાની બપોરે ચીડવાયા છે ત્યારે તેઓ પાણી પીવા માટે રેવન્યુ વિસ્તારમાં પાણીની કુંડીઓ સુધી આવતા એકી સાથે 14 જેટલાં સિંહનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ વન વિભાગે આ તમામ સિંહોનાં રક્ષણ માટે વધુ પગલાં ભર્યા છે
ઉનાળાની ગરમીનાં કારણે વનરાજા પણ ત્રસ્ત થતાં પીવાના પાણી માટે રીવન્યુ વિસ્તારમાં સિંહોને પાણી મળે રહે તે માટે થઇ ઊભી કરવામાં આવેલ કુંડીઓમાં એકી સાથે 14 જેટલાં સિંહો આવી ચડયાનો એક વિડીયો વાયરલ થયો છે.
આ વિડીયા અમરેલી જિલ્લાનાં આંખચી માણાવાવ વચ્ચેનો હોવાનું અનુમાન છે. આ વિડીયોમાં એક કુંડીમાં 14 જેટલાં સિંહો એકી સાથે પાણીની તરલ છીપાવી રહ્યાં છે. તેમ જણાય આવે છે.