આનું નામ સરકાર મફતમાં આપે છે ફ્લેટ્સApril 26, 2019

તિરુવનંતપુરમ તા.26
12 વર્ષ પહેલા પતિ દ્વારા તરછોડી દેવાયેલી સલોમી પાસે રહેવા માટે ઘર નહોતું. પોતાના સંબંધીઓની દયા પર જીવતી સલોમી માટે બે બાળકોનું ગુજરાન ચલાવવા ઉપરાંત ઘરનું ભાડું ભરવું અશક્ય હતું, અને આ જન્મારે પોતાના મકાનમાં રહેવા જઈ શકશે તેની તેને કલ્પના પણ નહોતી. જોકે, 7 એપ્રિલે સલોમી પોતાના 2 બીએચકે ફ્લેટમાં શિફ્ટ થઈ છે. નવાઈની વાત એ છે કે આ ઘર તેને એક પણ રુપિયો ખર્ચ્યા વગર મળ્યું છે.
કેરળ સરકારે ઘરવિહોણા લોકો માટે એક ખાસ યોજના શરુ કરી છે, જેમાં પસંદ થયેલા લોકોને મફતમાં ટ બીએચકે ફ્લેટ આપવામાં આવે છે. લાઈફ મિશન નામની આ યોજનાના પહેલા તબક્કામાં કેરળના ઈડુક્કી જિલ્લામાં 217 ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેમાં સલોમી જેવા લોકો હાલ રહી રહ્યાં છે. જેમની પાસે પોતાની જમીન ન હોય કે ઘર ન હોય તેવા લોકોને સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે.