‘હાથ’ મેં ‘કમલ’April 26, 2019

  • ‘હાથ’ મેં ‘કમલ’

અમદાવાદના એલિસબ્રીજના રાજનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ પ્રચાર માટે કમળના પ્રતિકો લટકાવ્યા છે આવ્યા છે. આ રસ્તા પરથી આવ-જા કરી રહેલા લોકોની નજર કમળ નિશાન પર પડે છે અને કમળ નીચે જ ભાજપ લખેલું છે. મતદાન કરવા જઈ રહેલા મતદારોને આકર્ષવા માટે આ રીત નો પ્રચાર કરાઇ રહ્યો છે. અહીથી પસાર થતા લોકો કમળને જુએ છે અને જતા રહે છે. પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બંને કમળને બાંધવા માટે કોઈક ટેકાની અથવા તો દોરીની જરૂરત લાગે છે આ બંને કમળો ને કોંગ્રેસના ખેસથી બાંધવામાં આવ્યા છે. કોંગ્રેસના ખેસથી બાંધેલા બંને કમળ સાથે નો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેને લઇને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ખુશ થયા છે. નાગરિકો પણ ચર્ચા કરી રહ્યા છે કે, આમ પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાત ભાજપમાં તો કોંગ્રેસીકરણ થઈ જ ગયું છે. ભાજપે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 60થી વધુ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓને તેમજ હજારો કાર્યકરોને ભાજપમાં સમાવી લીધા છે. આથી ભાજપના સિમ્બોલમાં પણ હવે કોંગ્રેસી કરણ દેખાઈ રહ્યું છે.