‘માસ્ટર’ના બ્લાસ્ટર ચાહકો...April 26, 2019

દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકરે 24 એપ્રિલ, બુધવારે એમનો 46મો જન્મદિવસ ઉજવ્યો. મુંબઈમાં બાન્દ્રા ઉપનગરમાં એમના નિવાસસ્થાનની બહાર એમના પ્રશંસકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેંડુલકરે એમને વ્યક્તિગત રીતે મળીને એમની સાથે સેલ્ફીઓ પડાવીને એમને ખુશ કર્યા હતા.