અનુષ્કા સામે કોહલીની પ્રાણઘાતક એક્ટિંગ!April 26, 2019

નવી દિલ્હી તા.26
આઈપીએલની આ સીઝનમાં ભલે વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સંઘર્ષ કરી રહી હોય. પરંતુ આરસીબી ટીમના ખેલાડીઓએ પાછલી કેટલીક મેચોમાં મળેલી જીત બાદ રાહતના શ્વાસ લીધા હશે અને હવે તેઓ થોડો આરામ કરી રહ્યા છે. ખેલાડીઓ મેદાન બહાર ખૂબ જ મનોરંજન અને પ્રસન્નચિત્ત મુદ્રામાં દેખાઈ રહ્યા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા આજકાલ ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહી છે. બંને પંજાબ અને આરસીબીની મેચ પહેલા બેંગ્લોરના એક મોલમાં ફરતા જોવા મળ્યા. આ દરમિયાન બંનેએ એક ગેમ રમી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
વિરુષ્કાની જોડી બેંગ્લોરના એક મોલમાં વર્ચુઅલ રિયાલિટી શૂટિંગ ગેમ રમતા જોવા મળી. વીડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કાના હાથમાં બંદૂક પકડેલી છે અને વિરાટ તેની સામે મરવાનું નાટક કરતા દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત બંને મોલમાં જ ફરતા જોવા મળ્યા હતા. આ પહેલા બંનેની જોડીને બેંગ્લોરના એરપોર્ટ પર સાથે દેખાઈ હતી. જ્યાં આ
જોડી હાથમાં હાથ નાખીને એરપોર્ટથી બહાર નીકળતા નજર આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિરાટની ટીમ આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કર્યું છે. પંજાબ સામે બુધવારે મેચ પહેલા તે છેલ્લા સ્થાને હતી, જોકે તેની ટીમે બુધવારે પંજાબ સામે સતત ત્રીજી જીત મેળવી અને સાતમા સ્થાને જગ્યા બનાવી લીધી. જો તેની ટીમને પ્લેઓફની રેસમાં રહેવું હોય તો બાકીની બધી મેચો જીતવી પડશે.