મેચની શરૂઆત રાતે 8 વાગ્યે. April 26, 2019

આજે ચેન્નાઇ સામે મુંબઈની ટક્કર ચેન્નાઈ તા,26 આઈ. પી. એલ.ના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવા માટે 16 પોઈન્ટની નિશ્ર્ચિત મર્યાદાએ પહોંચવા છતાં, ચેન્નઈ સુપર કિંગ્સ શુક્રવારે રાતે અહીં રમાનારી મેચ આ વેળાની સ્પર્ધામાં નરમગરમ દેખાવ સાથેની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે જીતીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ સુપર કિંગ્સની ટીમ બે પરાજય બાદ મંગળવારે રાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શેન વોટસનની બેટિંગના પ્રતાપે છ વિકેટથી જીતી વિજયના માર્ગે પાછી ફરી હતી અને તે આગામી મેચમાં પણ વિજયનો વેગ જાળવી રાખવા રમશે. પોતાની દસ મેચમાંથી 12 પોઈન્ટ સાથે હાલ ત્રીજા ક્રમે રહેતી મહેમાન ટીમનો રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં પરાજય થયો હતો અને તે પણ સ્પર્ધાના પ્લે-ઑફ તબક્કામાં પ્રવેશ મેળવવાની પોતાની આશા જીવંત રાખતા વિજયની શોધમાં રમશે. સુપર કિંગ્સની ટીમ માટે વોટસને પાછું પ્રાપ્ત કરેલ તેનું બેટિંગ ફોર્મ આવકાર્ય હશે, પણ સુરેશ રૈના, અંબાતી રાયુડુ અને કેદાર જાદવ તરફથી પણ ટીમ પ્લે-ઑફ મેચો પહેલા સારા દેખાવની આશા કરે છે.  મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો દેખાવ વર્તમાન સ્પર્ધામાં નરમગરમ રહ્યો છે. રોહિત શર્માની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાસે હોશિયાર કેપ્ટન છે અને ક્યુન્ટન ડી કોક, કિરોન પોલાર્ડ તથા પંડ્યા ભાઈઓ-હાર્દિક અને કૃણાલ સાથે તેનો બેટિંગ ક્રમ ઘણો પ્રબળ છે. છેવટની નડેથથ ઓવરોનો નિષ્ણાત બોલર જસપ્રીત બુમરાહ હવે ફોર્મમાં પ્રવેશેલ વોટસન તથા હંમેશાં આધારપૂર્વક રહેતા ધોની સામે પોતાની કરામત દેખાડવા તત્પર હશે જેથી ત્રણ વેળા ચેમ્પિયન બની ચૂકેલ આ બંને ટીમ વચ્ચે રસપ્રદ મુકાબલાની આશા રખાય છે.