ભારતે 2017માં છેલ્લી વેળાની આ સ્પર્ધામાં કુલ 29 મેડલ મેળવ્યા હતા.April 26, 2019

એશિયન એથ્લેટિક્સમાં  ભારત 17 ચંદ્રક જીત્યું દોહા તા,26 પી. યુ. ચિત્રાએ મહિલાઓની 1,500 મીટરની રેસમાં જીતેલા ગોલ્ડ મેડલ સાથે ભારતે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ચોથા તથા આખરી દિવસે ચાર ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા અને ચંદ્રકોના સરવૈયામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ચિત્રાએ 2017માં પોતે જીતેલું વિજેતાપદ જાળવી રાખ્યું હતું. તેણે 4:17:92ના સમય સાથે ત્યારે સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતે આ સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રક, સાત રજતચંદ્રક અને સાત કાંસ્યચંદ્રક મળી, કુલ 17 મેડલ જીત્યા હતા.