અમેરિકા અને ઓમાનને મળ્યો ‘વન-ડે’નો દરજ્જોApril 26, 2019

વિન્ડહોક તા.26
અમેરિકાએ નામિબિયામાં વર્લ્ડ ક્રિકેટ લીગ (વિભાગ-2) સ્પર્ધામાં સતત ત્રીજો વિજય પ્રાપ્ત કરી વન-ડે ઈન્ટરનેશનલનો દરજ્જો મેળવ્યો હતો. બીજી તરફ, ઓમાને પણ આ સ્ટેટસ મેળવ્યું હતું.
અમેરિકાની ટીમે હોંગકોંગને 84 રનથી પરાજિત કરી છ ટીમની સ્પર્ધામાં ટોચનું ચોથું સ્થાન લીધું હતું. અમેરિકાની ટીમનો આ અગાઉ વન-ડે ક્રિકેટમાં એકમાત્ર અનુભવ 2004માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હતો.
દરમિયાન, અમેરિકા બાદ 45 મિનિટ બાદ ઓમાને પણ વન-ડે રમવાનો દરજ્જો મેળવ્યો હતો. એણે નામિબિયાને હરાવતાં આ સ્ટેટસ હાંસલ કર્યું હતું.
આ સ્પર્ધાના અંતે વન-ડે ક્રિકેટનો દરજ્જો ધરાવતા 20 રાષ્ટ્ર હશે અને ટોચની ચાર ટીમ સ્કોટલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત, નેપાળ તથા નેધરલેન્ડ્સ સાથે કામચલાઉ દરજ્જામાં જોડાશે.
કોચ તરીકે શ્રીલંકા અને કેનેડાના ભૂતપૂર્વ વિકેટકીપર પુબુડુ દસાનાયકેના માર્ગદર્શન હેઠળ અમેરિકાની ટીમ ઓમાન સામે પહેલી મેચ હારી જવા બાદ, તેણે નામિબિયા અને પપુઆ ન્યૂ ગીનીને પરાજય આપ્યો હતો.