પોરબંદરમાં ત્રણ દાયકા બાદ ઉતર્યા 800 ફલેમિંગોApril 26, 2019

  • પોરબંદરમાં ત્રણ દાયકા બાદ ઉતર્યા 800 ફલેમિંગો

પોરબંદર,તા.26
ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભ્યારણ્ય આવેલું છે અને ત્યાં છેલ્લા 3 દાયકાથી ગટરના પાણી ઠાલવાતા હોવાથી ફ્લેમીંગો જેવા પક્ષીઓ સ્થળાંતર કરી ગયા હતા પરંતુ આ વર્ષે ભૂગર્ભગટર યોજના સાકાર થઈ હોવાથી ગંદા પાણી અભ્યારણ્યમાં છોડવાનું બંધ થતા ફ્લેમીંગો પક્ષીઓને અનુુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં ત્રીસેક વર્ષ પછી અહીંયા 800 જેટલા ફ્લેમીંગો જોવા મળ્યા હોવાથી બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી સહિત પક્ષીપ્રેમીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે તો કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે.