અમદાવાદમાં બનશે ગુજરાતની સૌથી મોટી ‘તાજ હોટેલ’April 26, 2019

  • અમદાવાદમાં બનશે ગુજરાતની સૌથી મોટી ‘તાજ હોટેલ’

એસ.પી. રીંગ રોડ પર 1.4 એકર જમીન
પર 315 રૂમની હોટેલ 2020થી થશે શરુ
રાજકોટ : ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદની સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરશે. ‘ઇન્ડિયન હોટેલ્સ’એ અમદાવાદમાં તાજ હોટેલ બનાવવા માટે આજે ‘સંકલ્પ ઇન’ સાથે સમજૂતિ કરાર કર્યા હતા. શહેરના એસપી રિંગરોડથી નજીક સિંધુભવન રોડ પર 1.4 એકરમાં બનનારી આ આલિશાન હોટલમાં 315 જેટલા રૂમ હશે અને આ હોટેલ વર્ષ 2020ની શરૂઆતમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે. બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ દ્વારા તૈયાર થશે, જ્યારે હોટલનું મેનેજમેન્ટ તાજ કરશે. હાલ 20 વર્ષ માટે આ કરાર કરવામાં આવ્યા છે જેને આગળ જતાં રિન્યૂ કરવામાં આવશે. ઇન્ડિયન હોટેલ્સ દુનિયાનાં 4 ખંડો, 12 દેશો અને 80થી વધારે શહેરોમાં 179 હોટેલ્સ ઓપરેટ કરે છે, જેમાં 30 નિર્માણાધિન છે.