ભાવનગરમાં મનપાનાં ટાંકામાં ડૂબી જતાં 3 મજૂરના કરુણ મોતApril 26, 2019

  • ભાવનગરમાં મનપાનાં ટાંકામાં ડૂબી જતાં 3 મજૂરના કરુણ મોત
  • ભાવનગરમાં મનપાનાં ટાંકામાં ડૂબી જતાં 3 મજૂરના કરુણ મોત

 20 ફૂટ ઉંડા ટાંકામાં વાલ્વ બંધ કરવા ઉતર્યા ને સર્જાઈ દુર્ઘટના: એકનો બચાવ
ભાવનગર,તા.ર6
ભાવનગરમાં મહાપાલીકાનાં સિવેઝટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગટરનાં પાણીને શુધ્ધ કરતો પ્લાન્ટ) માં ડુબી જવાથી ત્રણ શ્રમીકોના મોત નિજયાં છે. જયારે એક શ્રમીકને બચાવી લેવામાં આવ્યો હતો.
આ કરૂણાંતીકાની વિગતો એવી છે કે ભાવનગરના કુંભારવાડા નારીરોડ પર આવેલ ભાવનગર મહાનગરપાલીકાના સિવેઝટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગટરનાં પાણીને શુધ્ધ કરતો પ્લાન્ટ) માં ર0 ફુટ ઉંડી ટાંકીમાં ચાર કર્મચારીઓ વાલ્વ બંધ કરવા ગયા હતા.પરંતુ થોડો સમય થતાં આ કર્મચારીઓ પાછા નહી ફરતાં અન્ય કર્મચારીઓ તેને શોધવા માટે ગયા હતા. જેમાંથી એકને બચાવી લેવાયો હતો જયારે ત્રણ કર્મચારીઓ સાગરભાઈ ઉ.વ.રર, ધર્મપાલ ઉ.વ.ર4 અને રાજપાલ ઉ.વ.ર7 નાં ડુબી જવાથી ત્રણેય કર્મચારીઓના મોત નિપજયાં છે. મૃતક ત્રણેય કર્મચારીઓ ઉત્તરપ્રદેશનાં અયોધ્યાના વતની હતા અને ખાનગી એજન્સીનાં કર્મચારીઓ હતા.
આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રીગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને હુક તથા દોરડાની મદદથી ર0 ફુટ ઉંડી ટાંકીમાંથી ત્રણેય કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢી ડી ડીવીઝન પોલીસને સુપ્રત કર્યા હતા. બનાવની જાણ થતાં જ મહાનગર પાલીકાના અધિકારીઓ, પોલીસ કાફલો અને ફાયરબ્રીગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.