મહિનાની એક્સપાયરીના દિવસે શેરબજારમાં કમજોરી સેન્સેક્સ 370 અંક તેમજ નિફ્ટી 98 પોઈન્ટ નીચેApril 25, 2019

રાજકોટ તા.25
આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો હતો પણ માર્કેટે સેન્સેક્સને 39,000ને પાર પહોંચાડી દિધુ હતુ. તેમજ આજે શેરબજારમાં ખુલતાની સાથે સેન્સેક્સ +71.24 અંક એટલે કે 0.18% ટકા વધીને 39,125.92 પર અને નિફ્ટી +29.80 અંક એટલે કે 0.25% ટકા વધીને 11,755.95 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતું. ગઇકાલે શેરબજારમાં દિવસને અંતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +489.80 અંક એટલે કે 1.27% ટકા વધીને 39,054.68 પર અને નિફ્ટી +150.20 અંક એટલે કે 1.30% ટકા વધીને 11,726.15 પર માર્કેટ બંધ થયું હતુ. શેરબજારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. કારણ કે ફરી વખત સેન્સેક્સ 39,000ને પાર ગયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +77.78 અંક એટલે કે 0.20% ટકા વધીને 38,642.66 પર અને નિફ્ટી +24.70 અંક એટલે કે 0.21% ટકા વધીને 11,600.65 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
બપોરે 3.15 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 370 પોઈન્ટ એટલેકે 0.95 ટકા ડાઉનમાં 38,684ના સ્તર પર કારોબાર કરી
રહ્યુ હતુ. તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ 98 પોઈન્ટ એટલેકે 0.84 ટકા નીચેમાં 11,627ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.