જામનગરમાં ઈવીએમ સ્ટ્રોગરૂમમાં સીલApril 25, 2019

  • જામનગરમાં ઈવીએમ સ્ટ્રોગરૂમમાં સીલ

જામનગર લોકસભા બેઠક તેમજ જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સાંજે મતદાન પૂર્ણ થયા પછી સીલ થયેલા ઈવીએમ અને વીવીપેટ મશીનોને એકત્ર કરવા માટે જામનગરમાં ઓશવાળ સેન્ટર, ડીકેવી કોલેજ તેમજ ડીસીસી હાઈસ્કૂલના રીસીવીંગ સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્થળે સ્ટ્રોગરૂમ પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતી 23મી મેના દિને મતગણતરી થવાની છે ત્યાં સુધી અહીં સેઈક કસ્ટડીમાં રાખવામાં આવશે.