જામનગરમાં 6 મેના સંકિર્તન મહાયજ્ઞના 20 હજાર દિવસ પુર્ણApril 25, 2019

જામનગર તા. 25
જામનગરના ગૌરવસમું શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરનામ નિષ્ઠ ચૈતન્યાવતાર શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની અવિરત ભકિતની યાદી અપાવી રહ્યું છે. પ્રસિધ્ધ રણમલ તળાવની પાળે ઘેધુર વડલાની શીતળ છાયામાં મંદ મંદ વવપવન વાતો હોય તેવા રમણીય વાતાવરણમાં છતૌની (બીહાર) ના આ મિનોરી સંતે રામનામની આરલેક જગાવી એન આજકાલ કરતાં તા. 06-05-2019ના દિવસે આ વાતને 20,000 (વીસ હજાર) દિવસ પુરા થશે. આ દિવસો દરમ્યાન અહીં "શ્રી રામ જય જય રામ નો મંત્ર અવિરત ગુંજતો રહ્યો છે.
મહારાજશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાં સંકિર્તનકાર્યો, જેના પ્રતાપે આજે જામનગર, રાજકોટ , દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મહુવા તથા બિહારમાં મુઝકરૂરપુરમાં અખંડ ના સંકિર્તન ચાલે છે. અન્ય અનેક કેન્દ્રોમાં નિયત સમયાવિધ માટેની ધુન ચાલે છે.
પુઝય મહારાજશ્રી શાસ્ત્રોના જાણકાર વિદવાન હતાં, પરંતુ પ્રવચનો કવરા કરતાં ભાવ મસ્તીમાં ડુબી રામનામનું સંકીર્તન કરવું તેમને પ્રીય હતું.
આ મંદિરની વિશિષ્ટ પ્રવૃતિઓને લીધે જ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આ મંદિરનો ગૌરવભેર ઉલ્લેખ થયો છે.
જામનગર શહેરમાં રીલાયન્સ અને એસ્સારની વિશાળ રીફાઇનરીઓ આવેલ છે. આને લીધે દેશ - વિદેશના અસંખ્ય યાત્રાળુઓ જામનગર આવે છે અને આ વિશ્ર્વ પ્રસિધ્ધ મંદિરની મુલાકાત લે છે. આ ઉપરાંત પણ અનેક વિદેશી સહેલાણીઓ મંદિરની મુલાકાતે પધારે છે. તા. 06/05ને સોમવારના આ સંકિર્તન મહાયજ્ઞને 20,000 દિવસ પુરા થશે. આ દિવ્ય પળને વધાવવા માટે તા. 17-04-2019 થી 20 દિવસ પર્યત વિશેષ સામધુનનું આયોજન કરેલું છે, ખાસ કરીને રાત્રિ દરમ્યાન જામનગર શહેરના અસંખ્ય કલાકારો ધુનની રમઝટ બોલાવશે.
આ કલાકારોની " પ્રેમરત્ન પુરસ્કાર આપવામાં આવશે. અત્યારે 300 ઉપરાંત કલાકારો અહીં કાર્યરત છે.
આ દિવસો દરમ્યાન જ મહારાજશ્રી ની 49મી પૂણ્યતિથી હનુમાન જયંતિનાપવિત્ર તહેવારો પણ આવતાં હોઇ તેની પણ શાનદાર ઉજવણી કરવામાં આવશે.
અહીં આટલા દિવસોમાં કેટલા મંત્રો ગવાયા હશે તેનો અંદાજ જાણકારોએ કાઢયો છે. સામાન્ય રીતે એક મીનીટમાં 20 થી 25 મંત્રોનું ગાન ગાય છે. આપણે ઓછામાં ઓછા 20 મંત્રો ગણીએ તો એક કલાકમાં 600 મંત્ર ગવાય. એક દિવસમાં 24600= 14400 મંત્ર થાય આ હિસાબે વીસ હજાર દિવસમાં 28,80,00,000/- મંત્રો ગવાયા હોય, આ મંત્ર સંખ્યાએ જગ્યાના અણુએ અણુંને જાગૃતિ આપી છે.
શસ્ત્રો અનુસાર કોઇ પણ વ્યકિત 13 કરોડ મંત્ર જાપ કરે તો તે મંત્ર સિધ્ધ થાય છે. અહીં હજારોની સંખ્યામાં લોકોને આ લાભ મળેેલો છે. આથી જ અહીં દાખલ થતા જ શાંતિનો અનુભવ થાય છે.
ભાવિ યોજનારૂપે ભકતો પાસે મંત્ર લેખન કરાવી તેનું ભવ્ય મંત્ર મંદિર ઉભું કરવાની નેમ છે. આ માટેની પુર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.