આઈ.ટી. રિટર્નમાં શેરબજારમાં ડૂબી ગયેલ નાણા દર્શાવવા ફરજિયાતApril 25, 2019

મિલકત ખરીદ વેચાણની જાણ કરવી પડશે
મિલકતને કરદાતા દ્વારા જ્યારે વેચવામાં આવે તેવા કિસ્સામાં મિલકત ખરીદનારનું નામ, તેનો પાન નંબર તેમજ ખરીદનારનો મિલકતમાં કેટલો હિસ્સો છે તથા મિલકતની કિંમત અને સરનામા, પીનકોડ નંબર સહિતની વિગતો પણ રિર્ટનમાં દશાવવી પડશે. તેના લીધે મિલકત ખરીદવાની કે વેચવાની પણ જાણકારી હવેથી આઈટી વિભાગને મળી રહેશે.
કેટલા એકર જગ્યા છે તેનો પણ ઉલ્લેખ ફરજિયાત
ખેડૂતની આવક પાંચ લાખ કરતા વધારે હોય તેવા કિસ્સામાં તેની પાસે કેટલા એકર જગ્યા છે. આ જગ્યા તેની પોતાની માલિકીની છે કે તેને લીઝ પર લીધી છે આ ઉપરાંત કયા જિલ્લામાં કેટલી જમીન આવેલી છે તેનો પણ ઉલ્લેખ રિટર્નમાં કરવો પડશે. જેથી હાલ તો આઈટી દ્વારા કરદાતાઓ પાસેથી તમામ વિગતો એકત્ર કરવા માટેના વ્યાપક સુધારા રિટર્ન ભરતી વખતે કર્યા છે.