અમરેલી અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યકિતના વાલી વારસની શોધખોળApril 25, 2019

અમરેલી, તા.25
અમરેલી બાયપાસ રોડ ઉપર થયેલ અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખ આપવા અંગે પોલીસની દ્વારા અપીલ કરવામાં આવી છે
ગત તા.22 ના બપોરના સમયે અમરેલીના બાયપાસ રોડ તુલસી પાટેી પ્લોટ પાસે સંગમ કોમ્પ્લેક્ષ સામે રોડ ઉપર આ કામના કોઇ મરણ જનાર કોઇ અજાણ્યો સીડી હન્ડ્રેડ મોટર સાયક્લ નં. ૠઇછ 8680 નો ચાલક અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ આશરે 35 વાળો ટ્રક સાથે અકસ્માત થતા ગંભીર ઇજા પહોચતા પ્રથમ અમરેલી સીવીલ હોસ્પીટલ ખાતે બાદ વધુ સારવાર અથે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલા ત્યા તારીખ 22 ના કલાક 09/00 વાગ્યે સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય.
આ કામે મરણજનાર ઇસમ અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ. આશરે 35 વષે નો, વાને ધઉ વણો મોઢુ, લંબગોળ શરીરે મધ્યમ બાંધાનો, જેની ઉચાઇ આશરે પાંચ ફુટ ની છે, મજબુત બાંધાનો જેના ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમાં પપઈ.છ.ઇથથ તથા જમણા હાથની કલાઇ ઉપર પથઓમથથ ત્રોફાવેલ છે જમણા હાથની કલાઇ પાસે પોચા પર અંગુઠા ઉપર પથમાંથથ ત્રોફાવેલ છે તથા જમણી કલાઇ ઉપર પથઈ.ઇ.છથથ ત્રોફાવેલ છે મજકુરની ડાબી છાતી પર આછુ પથમાંથથ તથા તેની બાજુમાં ત્રીશુલ ત્રોફાવેલ છે તથા ગળામાં કાળા કલરનો દોરો પહેરેલ તથા તુલસીના પારા વાળી રેડીમેટ માળા પહેરેલ છે મજકુરને માથા પર કાળા ટુંકા વાળ તથા કાળી નીચે ઢળેલ મુંછ છે તથા આછી ડાઢી છે.
મજકુર ઇસમે શરીરે રેડીમેઇડ આખી બાયનો શટે પીળો તથા વાદળી ચેકસ ડીઝાઇન વાળો શટે પહેરેલ છે તેમજ વાદળી કલરનુ જીન્સ પહેરેલ છે. તેના વાલી વારસ કે નામ ઠામ જણાય આવેલ નથી.તથા અજાણ્યો માણસની લાશ હાલ રાજકોટ સીવિલ હોસ્પીટલમા કોલ્ડ સ્ટોરેઝમા રાખવામા આવેલ છે. આ કામેના અજાણ્યા મરણજનાર ઇસમ બાબતે તેના વાલી વારસ કે કોઇ સંબધી કે સગા વ્હાલાની જાણ થાય તેમજ આ લાશ અંગે કોઈ માહીતી હોય તો અમરેલી તાલુકા પો.સ્ટે. ફોન નં. (02792) 223198 ઉપર સંપર્ક કરવો.