ધર્મ, વિજ્ઞાન અને આધ્યાત્મનું રજસ્વલા ધર્મ પાળવાનું સૂચનApril 25, 2019

આપણા શાસ્ત્રોમાં રજસ્વલા સ્ત્રીએ પાળવાના ધર્મ વિશે ઘણું બધું દર્શાવ્યું છે. એક સમયે રજસ્વલા ધર્મ એટલે કે માસિક ધર્મ અને અંતરાયના દિવસોમાં સ્ત્રીઓને ઘરમાં કયાંય અડકવાની મનાઇ હતી. ચાર દિવસ બાદ સ્નાન કરીને જ તે ઘરમાં, રસોડા પૂજા ઘરમાં જઇ શકતી. આ દિવસોમાં સ્ત્રીને શારીરિક રીતે પણ અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તેથી આ વ્યવસ્થા સારી હતી. પરંતુ જેમ સમય બદલાતો ગયો સ્ત્રીઓ ભણતી ગઇ, નોકરી કરતી થઇ અને પોતાની રીતે વિચારતી થઇ એટલે આ ચાર દિવસો સ્ત્રીઓ માટે અપમાનજનક લાગવા લાગ્યા. તેથી આ ચાર દિવસ ‘પાળવા’ના બંધ થયા પરંતુ ધર્મ, વિજ્ઞાન અને શાસ્ત્રની દૃષ્ટિએ એ યોગ્ય નથી.
દરેક ધર્મમાં આ દિવસોમાં ધર્મસ્થાનોમાં પ્રવેશ તેમજ ધર્મકરણી કરવાનો નિષેધ છે. માસિક ધર્મનું પાલન ન થાય તો દરિદ્રતા, બાળકોમાં મંદબુધ્ધિ અને એ સમયના અશુધ્ધ સ્પર્શથી દૈવીતત્ત્વનો નાશ થાય છે એવી માન્યતા છે. છતાં આજના સમયમાં સમજણથી અને વ્યવહારિક દૃષ્ટિએ ચાર દિવસનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે આજે પણ માસિક ધર્મમાં રહેલી બહેનો અથાણાં બનાવતી નથી કારણ તે બગડી જાય છે.એવી માન્યતા છે. અમુક પરિવારમાં હજુ ચાર દિવસ ‘પાળવાની’ પ્રથા છે. જે ધાર્મિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે લાભદાયી છે.
જિનદર્શનની દૃષ્ટિએ ઠાણાંગસૂત્ર માં બહેનોએ માસિકધર્મ ના સમયે 72 ક્લાક સુધી ઘરનું કોઇ જ કામ કરવું નહીં , કયાંય અડવું નહીં, એક ખૂણામાં કે રૂમમાં રહેવું , મંદિરમાં જવું નહીં , ધર્મના ઉપકરણો અડવા નહીં , સાધ-સંતોને મુખ દેખાડવું નહીં. બહેનોએે સાધ્વીજી ભગવંત પાસે જવાય પણ સ્પર્શ ન કરાય  એમ.સી. માં સાધુ ભગવંતનું મુખ જોવાથી એક આયંબિલ અને તેમની સાથે વાત કરવાથી પાંચ આયંબિલનું પ્રાયશ્ર્ચિત બતાડ્યું છે.

અન્ય દર્શનની દૃષ્ટિએ  * આફ્રિકા વગેરે દેશોમાં અમુક જગ્યાએ 3 દિવસ અલગ ઝુંપડીમાં રહે છે
* નેપાલ , ભૂતાન , સિક્કિમમાં નાના બાળકોને સ્તનપાન નથી કરાવતી, ગાયના દૂધ પર રાખે છે
* ન્યૂજીલેન્ડમાં પિંજરામાં 3 દિવસ અધ્ધર રાખે છે કેમકે ત્રણ દિવસ મીનોટોક્ષિન નામનું ઝેર નીકળે છે.
* લેબનોનમાં ખેતરમાં પ્રવેશ અને ઘોડા પર બેસવાની સખત મનાઈ છે
* ચીનમાં પ્રાર્થના સ્થળે જતી નથી, ખાદ્યપદાર્થો ને અડતી નથી, સૂર્યોદય પહેલાં વસ્ત્રો ધોઈ લે છે.
* કોચીનમાં ગાયને દોહતી નથી , અગ્નિને અડતી નથી , ફૂલ-છોડ -વાદ્ય- યંત્રોં થી દૂર રહે છે
* મક્કામાં પથ્થર એમ.સી. સ્ત્રીના સ્પર્શથી કાળો પડી ગયો ત્યારથી બહેનોને ત્યાં પ્રવેશ બંધ છે
* મુસ્લિમમાં નમાજ પઢવાની મનાઈ છે. સાત દિવસ અલગ રહેવાનું હોય છે
* ખ્રિસ્તી ધર્મમાં સાત દિવસ સ્ત્રી અશુચિ માને છે
કલાપૂર્ણ સંસ્કાર શિબિરમાં જણાવાયું હતું કે *એમ.સી.માં ત્રણ દિવસ સ્નાન કર્યા બાદ પણ અશુચી વહેતી ન હોવા છતાં વધારાના ચાર એમ કુલ સાત દિવસ પૂજા ન કરવી એ પરંપરા છે. આ ગ્રંથસ્થ ના હોય તો પણ શાસ્ત્રીય જ માનવું કેમકે સુવીહીત પરંપરાનો લોપ એ તીર્થંકરની આજ્ઞાનો લોપ છે* બીજો મત સાત રાત પસાર કર્યા બાદ થાય તેવો છે એટલે જો બપોર બાદ સાંજે અર્થાત પૂજા કરીને આવ્યા બાદ અંતરાયમાં આવ્યા હોય તો દિવસ છ અને રાત સાત થશે અને સાતમા દિવસે પૂજા થશે અંતરાય વાળી બહેનોના હાથે જમવું નહીં જો જાણ થાય અંતરાય વાળા બહેનોએ રસોઈ બનાવી છે તો એ દિવસે પણ પૂજા થઈ શકે નહીં ધર્મ, વિજ્ઞાન અને આધ્યાત્મનો મત
ઈ વૈજ્ઞાનિક મત અને એસ.આઇ.યિસિફના પ્રયોગ મુજબ માસિક ધર્મ દરમિયાન શરીરમાંથી નીકળતું મીનોટોક્ષીન તત્ત્વ ઝેરી છે જેની અસરથી અનેક રોગો ઉત્પન્ન થાય છે તેથી આ સમયમાં સ્ત્રીઓને રસોઇની મનાઇ ફરમાવવામાં આવી છે. લોટ બાંધવો,શાક સમારવું જેમાં સૌથી વધુ હાથનો સ્પર્શ હોય છે.
ઈ પ્રાચીન વૈજ્ઞાનિક પ્લિનીના મત મુજબ માસિક ધર્મવાળા બહેનોની ઉપસ્થિતિમાં વૃક્ષોના ફળ કાળા પડી જાય છે, ફુલો કરમાઇ જાય છે, અત્તરની સુગંધ ઘટી જાય છે અને એટલે જ ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં ફેકટરીમાં બહેનોને ચાર દિવસ રજા આપવામાં આવે છે.
ઈ જર્મની, અમેરિકા દેશોમાં માસિક ધર્મની હાજરીમાં બહેનોના આંખના ઓપરેશન કરતા નથી.
ઈ આધ્યાત્મિક દૃષ્ટિએ સમર્પણ ધ્યાન યોગના પૂજય ગુરુમા સમજાવે છે કે આ ચાર દિવસ દરમિયાન શરીરની ખરાબી, નકારાત્મકતા બહાર આવે છે અને જયારે આ મહિલાઓ ધર્મ સ્થાનકમાં જાય કે ધર્મકરણી કરે ત્યારે શુધ્ધ સકારાત્મક એનર્જી શરીરમાં પ્રવેશે છે તેથી બંને જો એકસાથે થાય તો નુકસાન થઇ શકે છે. તેથી જ આ દિવસોમાં ધાર્મિક ક્રિયા ન કરવાનું સુચવવામાં આવે છે.