મોનલને ખબર નહોતી કે આવું પણ ‘થઇ જશે’April 25, 2019

અમદાવાદ તા,25
‘થઈ જશે’ અને ‘રેવા’ જેવી ગુજરાતી ફિલ્મથી ફેન્સના દિલમાં સ્થાન જમાવનાર ફેમસ એક્ટ્રેસ મોનલ ગજ્જરનો ફોન ચોરાયો છે. મોનલ ગજ્જરનો આઈફોન ચોરાઈ ગયો હતો. જે બાબતે તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે બેંકમાં પોતાના કરિયરની શરુઆત કરનાર મોનલ ગજ્જર ફિલ્મ્સ તરફ વળી હતી અને આજે તે ફિલ્મ જગતમાં જાણીતું નામ છે.
મોનલ ગજ્જરે મોડલિંગની દુનિયામાંથી સાઉથની ફિલ્મ્સમાં પગ મૂક્યો હતો. જ્યાં તેણે ઘણી ફિલ્મ્સ કરી હતી. સાઉથ ફિલ્મ્સ અને ગુજરાતી વચ્ચે બેલેન્સ જાળવનાર મોનલ ગજ્જરે તાજેતરમાં જ ‘કાગઝ’ નામની હિંદી ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું હતું. આ ફિલ્મ સતિષ કૌશિકે લખી છે અને આ ફિલ્મમાં મોનલ ગજ્જરે પંકજ ત્રિપાઠી અને નિશાંત કૌશિક જેવા કલાકારો જોવા મળશે. આ પહેલા પણ હતી ચર્ચામાંઆ પહેલા પણ મોનલ ગજ્જર તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેની સાથે એક વેપારીએ અભદ્ર વર્તણુંક કરી હતી. મોનલ ગજ્જર સાથે આ ઘટના અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં બની હતી. જેમાં મોનલ ગજ્જરે મહિલાઓની હાજરીમાં શૌચ કરતાં વેપારીને પાઠ ભણાવવા માટે વિડીયો ઉતાર્યો હતો. આ બાબતે વેપારી સાથે ચડભડ થતાં મોનલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ બાબતે પણ તેણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.