સુરેન્દ્રનગરમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગApril 25, 2019

ક્ષ જૂના મનદુ:ખમાં હુમલો થયાની આશંકા : ગોળીઓ યુવાનનાં પગમાં ઘૂસી જતા સારવારમાં ખસેડાયો
વઢવાણ, તા. 25
સુરેન્દ્રનગર કુમારપરા શેરી નં.7 માં રહેતા ભરવાડ રણછોડ નાગજીભાઈને અગાઉ કેવલભાઈ રબારી સાથે બોલાચાલી થતા ઝાપટ મારી હતી તેનુ મનદુ:ખ રાખી આજે જયારે રણછોડભાઈ ભરવાડ પોતાનુ સ્કુટર લઈ જોરાવરનગર સુરેન્દ્રનગરને જોડતા કોઝવે ઉપર જતો હતો.આ સમયે કેવલભાઈ રબારી તેની કાર લઈ પાછળ આવી રણછોડભાઈ ભરવાડે સ્કુટર ઉભુ રાખતા નીચે પડી જતા કેવલભાઈ રબારી અને એક અજાણ્યા શખ્સે ઘસી આવી રણછોડભાઈ ઉપર બે રાઉન્ડ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા રણછોડભાઈને પગમા સાથળમા લાગતા હોસ્પીટલ લઈ જવાયેલ છે પીએસઆઈ વરૂએ કેસ કરેલ છે બંન્ને આરોપી નાસી ગયેલ છે.
અકસ્માતમાં મોત
વઢવાણ દોદરના કોઠા પાસે રહેતા રાહુલ કનુભાઈએ ફરીયાદ કરેલ છે કે વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર શ્રદ્ધા હોટેલ પાસે ટ્રક નં.જી.જે.12 એટી 3245 ના ચાલકે 25 વર્ષના ક્રિશ્ર્નાભાઈને હડફેટમાં લેતા મોત નિપજાવી ટ્રક ડ્રાઈવર નાસી છુટેલ છે.
અજાણ્યા વાહન
હડફેટે ચાલકનુ મોત
સાયલામા રહેલો 4 વર્ષીય મેહુલભાઈ પ્રવિણકુમાર દેવીપુજક બાળક જયારે રસ્તો ઓળંગતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લઈ મેહુલનુ મોત નિપજાવી નાસી છુટેલ છે સાયલા પોલીસ તપાસ કરે છે.