UAE BAPS મહિલા વિંગ દ્વારા મહિલા દિવસની ઉજવણીApril 24, 2019

દુબઈ તા,24
યુએઈ બીએપીએસ મહિલા વિંગ અને મંદિર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1000 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ તકે રીમા શેટ્ટી, ફાલ્ગુની મહેતા સહિતના જોડાયા હતા. આ કાર્યક્રમ પૂ.મહંત સ્વામીની પ્રેરણાથી યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શ્રીલંકામાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.