કયા વોર્ડમાં કેટલી લીડ મળશે?: ભાજપ-કોંગ્રેસે માંડ્યા ગણિતApril 24, 2019

  •  કયા વોર્ડમાં કેટલી લીડ મળશે?: ભાજપ-કોંગ્રેસે માંડ્યા ગણિત
  •  કયા વોર્ડમાં કેટલી લીડ મળશે?: ભાજપ-કોંગ્રેસે માંડ્યા ગણિત
  •  કયા વોર્ડમાં કેટલી લીડ મળશે?: ભાજપ-કોંગ્રેસે માંડ્યા ગણિત
  •  કયા વોર્ડમાં કેટલી લીડ મળશે?: ભાજપ-કોંગ્રેસે માંડ્યા ગણિત

છેલ્લા એક મહિનાથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત નેતાઓ આજે મોડે સુધી આરામ કરી કાર્યાલયે પહોંચી ગણીત માંડવાનું શ‚ કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠકમાં કયાં વોર્ડમાં કેટલી લીડ મળશે? ભાજપ-કોંગ્રેસે બાદબાકી-સરવાળા શ‚ કરી દીધા છે. ભાજપ કાર્યાલયમાં શહેરી વિસ્તારમાં મતદાન ઉચું થયું હોવાથી મોટી લીડ મળવાની આશા રાખી રહ્યા છે.
તો કોંગ્રેસ કાર્યાલયમાં ગામડાઓમાં મતદાન ઉપર આધાર રાખી રહ્યા છે. ભાજપ કાર્યાલયમાં ધનસુખ ભંડેરી, હરેશ જોશી, અનિલભાઇ નગર સેવક મનીષ રાડીયા સહિતના નેતાઓ વોર્ડવાઈઝ કેટલું મતદાન થયું છે તેના આંકડા મેળવી રહ્યા છે. જયારે કોંગ્રેસ કાર્યાલયમંત્રી વિરલ ભટ્ટ સહિતના કાર્યકર્તાઓ આંકડાઓ મેળવી ગણીત માંડ્યા હતા. છેલ્લા એક મહિનાથી આકરી ગરમીમાં થાકેલા કાર્યકરો આરામના મુડમાં જોવા મળત બંને પક્ષોના કાર્યાલયોમાં નોંધપાત્ર નેતાઓની જ હાજરી જોવા મળી હતી.