રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એસ.ટી. બસોના રૂટ કાર્યરતApril 24, 2019

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એસ.ટી. બસોના રૂટ કાર્યરત

ગઈકાલે રઝળેલા મુસાફરોની હાલાકી આજથી દૂર રાજકોટ તા,24
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજથી તમામ રૂટ પર એસ.ટી બસો દોડવા લાગી છે અને ગઈકાલે રઝળેલા મુસાફરોને આજે રાબેતા મુજબ એસ.ટી. બસ મળી રહેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છની 1000 રન વધુ બસો ચૂંટણી કામગીરી માટે ફાળવવામાં આવી હતી. જે પરત ડેપોમાં આવી ગઈ હતી.
એસ.ટી.ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે ચુંટણીના હિસાબે સૌરાષ્ટ્ર - કચ્છના તમામ ડિવિઝનમાંથી 1000થી વધારે એસ.ટી. બસો ચૂંટણી સ્ટાફને ફરજના સ્થળે નિયત સમયમાં લેવા અને મુકવા ફાળવવામાં આવી હતી. જેથી ગઈકાલે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. રાજકોટમાંથી 220 જેટલી બસો ફાળવવામાં આવી હતી.
ગઈકાલે મોડી રાત્રે તમામ 1000થી વધુ બસો જે તે ડિવિઝનના હેડકવાટરમાં પરત ફરતા આજથી લોકલ સહિતના તમામ રૂટ શરુ કરવામાં આવતા એસ.ટી. બસો દોડવા લાગી હતી. સૌથી વધારે લોકલ રૂટની બસ ચૂંટણી માટે ફાળવવામાં આવી હતી. આજથી મુસાફરોની હાલાકી ટળી છે.