વેરા બિલમાં સરળ હપ્તા પધ્ધતિનો પ્રારંભApril 24, 2019

એક લાખથી વધુ મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ માટે આવી ખુશીની ઘડી રાજકોટ તા. 24
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા તા. 11 એપ્રિલથી મિલ્કત વેરા વળતર યોજના શરૂ કરી છે જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 70 હજારથી વધુ બાકીદારોનો બોજ હળવો કરવા મનપાએ વેરા હપ્તા પધ્ધતી અમલમાં મુકી આસામિઓને વેરો ભરપાઇ કરવાનો અનુરોધ કર્યો છે.
મનપાના વેરા વિભાગના જણાવ્યા મુજબ અગમ્ય કારણોસર મિલ્કત વેરો ન ભરી શકયા હોય તેવા 70 હજારથી વધુ આસામિઓનો એક લાખથી વધુ મિલ્કત વેરાના બિલ બકી છે અને મનપાના રૂા. 14 કરોડથી વધુ રકમ અટકાયેલછી છે ત્યારે વેરાવિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલ જેમાં માલુમ પડેલ કે મોટા ભાગના મિલ્કત ધારકોને વેરો ભરવો છે પરંતુ આર્થિક હાલત નબળી હોવાના કારણે એક સાથે એક લાખ જેવી રકમ ભરી શકે તેમ નથી પરીણામે વ્યાજ ચઢતુ જાય છે અને વેરાની રકમમાં વધારો થતો જાય છે અને વેરો ભરી શકાતો નથી તેવું સર્વેમાં જાણવા મળ્યું હતું.
મહાપાલિકાએ ગત વર્ષે 248 કરોડની આવક વેરા પેટે મેળવી લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે પરંતુ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 70 હજારથી વધુ મિલ્કત ધારકો વેરો ભરી શકયા નથી અને તેઓ વેરા વળતર યોજનાનો લાભ લઇ શકતા નથી આથી આ પ્રકારના આસામિઓને રાહત આપવા મનપાએ હપ્તા સ્કીમ શરૂ કરી છે જે મુજબ આસામિએ પોતાની યથાશક્તિ મુજબ વેરા બિલના માર્ચ માસમાં પુર્ણ થાય તે રીતે એડવાન્સ હપ્તાના ચેક આપવાના રહેશે જેના દરેક વ્યાજનો સમાવેશ થશે દા.ત. એક આસામિનુ રૂા. 1.10 લાખનું બિલ છે તો તેણે 11 હજારનો એક એવા 10 ચેક દર માસે કિલયર થાય તે તારીખના વ્યાજ સાથેના આપવાના રહેશે જે માર્ચ- 2019 પહેલા પુર્ણ થવા જોઇએ આથી આ પ્રકારના આસામિઓને માર્ચ માસના અંતે વેરા બિલ ભરપાઇ થયાની રસીદ પ્રાપ્ત થશે.
વેરા વિભાગે વધુમાં જણાવેલ કે હપ્તા પધ્ધતીના અપાયેલા ચેક કોઇ સંજોગોમાં બેંકમાંથી રિટર્ન થશે તો મિલ્કત ધારક પાસેથી બેન્ક ચાર્જ તેમજ વ્યાજની રકમ નવેસરથી ઉધારવામાં આવશે આમ વેરા વિભાગ દ્વારા માધ્યમ વર્ગના મિલ્કતધારકો માટે વેરા હપ્તા યોજના શરૂ કરી આસામિઓને રાહત આપવાની સાથો સાથ વેરા વિભાગની વર્ષોથી અટવાયેલી કરોડો રૂપિયાની રિકવરી કરવાનો વ્યુહ અપનાવ્યો છે.
વેરા હપ્તા પધ્ધતિ યોજનાને સારો પ્રતિસાદ મળશે તે ચોકકસ છે પરંતુ વર્ષોથી વેરો નહી ભરતા પેધી ગયેલા મગરમચ્છો આ યોજનાનો લાભ લઇ વેરો ભરપાઇ કરશે કે કેમ? તેવી પણ શંકા સેવાઇ રહી છે.