પુરવઠા વિભાગનું સર્વર ઠપ રાજકોટ સહિત રાજ્યમાં દેકારોApril 24, 2019

  • પુરવઠા વિભાગનું સર્વર ઠપ રાજકોટ સહિત રાજ્યમાં દેકારો

રાજકોટ તા. 24
રાજય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ્પ થઇ જતા રાજકોટ સહિત રાજયભરમાં રેશનકાર્ડની કામગીરી ખોરવાઇ ગઇ હતી.
ઓનલાઇન સર્વરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા રાજકોટ સહિત રાજયભરમાં કામગીરી અટકી ગઇ હતી પુરવઠા તંત્રના સર્વરમાં દર દિવસે ધાંધીયા સર્જાય છે તેના કારણે રેશનકાર્ડમાં સુધારા - વધારા કરવા આપેલ કાર્ડધારકોને નાહકના ધકકા થયા હતા.
પુરવઠા તંત્રનું સર્વર ઠપ્પ થતા સસ્તા અનાજના દુકાનદારો પણ ત્રસ્ત
બન્યા હતા કારણકે તમામ દુકાને
પણ ઓનલાઇન કામગીરી ખોરવાઇ
ગઇ હતી.
અત્રે નોંધનીય છે કે આ વખતે ચાલુ મહીનાનો રાશન- પુરવઠો પણ મળ્યો નથી સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ તમામ સસ્તા અનાજની દુકાને માલનું વિતરણ કરી દેવામાં આવે છે પરંતુ આ વખતે હજુ સુધી પુરવઠો નહી મળતા રાજકોટમાં દેકારો બોલી ગયો છે.
દરમિયાન આજે પુરવઠા તંત્રનું સર્વર ઠપ્પ થઇ જતા રાજકોટમાં રેશનકાર્ડમાં સુધારા - વધારા કરવા
માટે આવેલ અરજદારો હેરાન પરેશાન થયા હતા.