ગરમીનો પારો ફરી વખત ૪૩ ડિગ્રીને પાર રાજકોટમાં આજે ‘ઓરેંજ એલર્ટ’April 24, 2019

  • ગરમીનો પારો ફરી વખત ૪૩ ડિગ્રીને પાર રાજકોટમાં આજે ‘ઓરેંજ એલર્ટ’

રાજકોટ તા.૨૪
સૂર્યનારાયણનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે.
ગઇકાલે મહાનગરપાલીકા દ્વારા યલો એલર્ટ જાહેર કર્યા બાદ આગામી પાંચ દિવસ સતત ગરમી વધવાના
વેધર રીપોર્ટના આધારે આજરોજ રાજકોટમાં ‘ઓરેંજ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધતા ગઇકાલે યલો એલર્ટ જાહેર કર્યા બાદ આજે સવારથી સૂર્યનારાયણનો પ્રકોપ વધતા મહાનગરપાલીકાએ વેધર રીપોર્ટના આધારે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી આવતીકાલે ૪૩ ડીગ્રી, તા.૨પ ના રોજ ૪૪ ડીગ્રી અને તા.૨૬, ૨૭, ૨૮ ના રોજ તાપમાનનો પારો ૪૫ ડીગ્રીનો પાર કરી જવાની આગાહી કરી છે.
આરોગ્ય વિભાગે આજરોજ ઓરેંજ એલર્ટ જારી કરી શહેરીજનોને ગરમીથી બચવા માટેના પ્રયત્નો‚પે વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની તેમજ જ‚રીયાત પડયે ઘરની બહાર નીકળવાની તાકીદ કરી છે તેમજ બાળકો અને સગર્ભા મહિલાઓ તથા વૃધ્ધોને બપોરના ૧ થી ૫ દરમ્યાન ઘરની બહાર નહીં નીકળવાની સુચના આપી છે તથા ગરમીની લુ લાગવાના લક્ષણો જણાય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ૧૦૮ ને ફોન દ્વારા જાણ કરી તાત્કાલીક સારવાર કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.