ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને એક દિવસની વધુ રજાApril 24, 2019

મોડીરાત્રે ૧ થી ૪ વાગ્યે પરત ફરેલા ચૂંટણી સ્ટાફ માટે રાહત રાજકોટ તા,૨૪
લોકસભાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને ચૂંટણીપંચ દ્વારા રાહત આપતા આજે પણ વહીવટી કામગીરીમાંથી મુક્તિ આપતા જાહેર રજા જાહેર કરી ચૂંટણી કામગીરી પરત મોડી રાત્રે ૧ થી ૪ વાગ્યે આવેલા કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આજે સરકારી કચેરીઓ સંપૂર્ણ બંધ રહી હતી.
ગઇકાલે દેશના સૌથી મોટા લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પર્વને સફળ કરવા માટે પોતાની ફરજ અદા કરનાર તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓને આજે રાહત આપવામાં આવી હતી. તા.૨૧થી સતત ચૂંટણી કામગીરીમાં રોકાયેલો સ્ટાફ માટે આજે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ ખાતેથી અંતરીયાળ ગામડાઓમાં કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટે મુકવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રના ઘણા એવા દુરગામી વિસ્તારો આવેલા છે. જયાં કોઇ વાહન જવાની વ્યવસ્થા હોતી નથી. જેથી અન્ય સાધનની વ્યવસ્થા કરી ત્યાં પહો:ચવું પડ્યું હતું. તેમજ ઘણા એવા વિસ્તારો હતા જયાંથી આવતા સામાન્ય ૪ થી ૫ કલાકનો સમય લાગી જાય તેમ હોય ત્યારે ગઇકાલે ચૂંટણી કામગીરીમાંથી રાત્રે ૧ વાગ્યે મુક્ત થયેલા કર્મચારીઓને પોતાના વિસ્તારમાં પહોંચતા રાતના ૧ થી ૪ વાગી ગયા હતા.
જેથી ચૂંટણીપંચ દ્વારા કર્મચારીઓને બોનસ‚પ એક દિવસની વધારાની રજા આપવામાં આવી હતી.
વધારાની એક દિવસની રજા આપતા આજે સરકારી કચેરીઓ સંપૂર્ણ બંધ રહી હતી. અને કચેરીઓમાં માહોલ પણ નિરસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી કામગીરીના બીજા દિવસે જાહેર રજા આપવામાં આવી હોય તેવુ આ પ્રથમ વખત હોવાનું સુત્રોમાંથી જાણવા મળી
રહ્યું છે.