ત્રીજા તબક્કાના વોટિંગ બાદ સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યોApril 24, 2019

 નિફટીમાં પણ
160 પોઇન્ટ, બેંક નિફટીમાં 400 પોઇન્ટની તેજી
 તમામ સેકટર
ગ્રીન ઝોનમાં, બજારમાં ધૂમ ખરીદી
રાજકોટ : ત્રીજા તબક્કાનું મતદાન પુરૂ થતા જ મોદી સરકાર ફરી રચાય તેવા આશાવાદે શેરબજારમાં તેજીનું તોફાન સર્જાયું છે અને આજે બપોરે 3 વાગ્યે સેન્સેકસ 500 પોઇન્ટ સુધી ઉછળી 39065ની સપાટીએ અને નિફટી 160 પોઇન્ટ ઉછળી 11730 ની સપાટીએ પહોંચી ગયા હતા. આજે વૈશ્ર્વિક બજારોમાં મિશ્ર વાતાવરણ હોવા છતા ભારતમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ભાજપને ફાયદો થઇ રહ્યાના અનુમાનના કારણે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેકસ ઉપરાંત બેંક નિફટીમાં પણ 400 પોઇન્ટનો ઉછાળો જોવાતા એક તબક્કે બેંક નિફટીએ 29900 ની સપાટી સ્પર્શ કરી હતી.
આજ રીતે સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેકસમાં પણ જોરદાર તેજી જોવાઇ હતી. બજારમાં મોટાભાગના સેકટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા અને ચોતરફ ખરીદી જોવાઇ હતી.
આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +77.78 અંક એટલે કે 0.20% ટકા વધીને 38,642.66 પર અને નિફ્ટી +24.70 અંક એટલે કે 0.21% ટકા વધીને 11,600.65 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતું.
ગઇકાલે દિવસના અંતે શેરબજાર બંધ થતા માર્કેટમાં નિરાશા વ્યાપી ગઇ હતી. કારણ કે શેરબજારમાં સેન્સેક્સ 80.30 અંક એટલે કે 0.21% ટકા ધટીને 38,564.88 પર અને નિફ્ટી 18.50 અંક એટલે કે 0.16% ટકા ધટીને 11,575.95 પર માર્કેટ બંધ થયું હતુ.
ગઇકાલે શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ +135.67 અંક એટલે કે 0.35% ટકા વધીને 38,780.85 પર અને નિફ્ટી +35.45 અંક એટલે કે 0.31% ટકા 11,629.90 પર શેરબજાર ટ્રેડ થઇ રહ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેરબજારમાં અસર થઇ છે. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું હતું.