ગરીબી તો હોંગકોંગમાંય છે: લોકો રહે છે પિંજરામાંApril 24, 2019

જાપાન : દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં લોકો જાનવરોની માફક લોખંડના પિંજરામાં રહેવા માટે મજબૂર છે.
હોંગકોંગમાં લોકો પિંજરામાં રહેવા માટે મજબૂર છે અને અહીં રહેવા માટે પૈસા પણ ચૂકવવા પડે છે. અહીં પિંજરામાં રહેવા માટે હજારો રૂપિયા ચૂકવવા પડે છે. એક-એક એપાર્ટમેન્ટમાં 100-100 પિંજરામાં લોકો રહે છે. આ એપાર્ટમેન્ટમાં ટોઈલેટની સંખ્યા ઓછી હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પિંજરાની સાઈઝ ચોક્કસ હોય છે અને તે નાની કેબિન જેવા હોય છે. આ પિંજરામાં સૂવા માટે ગાદલા અને તકિયાની પણ વ્યવસ્થા હોય છે. હોંગકોંગમાં આ રીતે લગભગ 1 લાખ લોકો રહે છે.
વાત જાણે એમ છે કે હોંગકોંગમાં જે લોકો ઘર લેવા માટે સક્ષમ નથી તે લોકો આ રીતે પિંજરામાં રહેવા માટે મજબૂર છે. જે લોકો મોંઘા ઘર ખરીદવા સક્ષમ નથી તેઓ આ રીતે હોંગકોંગમાં પિંજરામાં રહેવા માટે મજબૂર છે.