ભૂતકાળની વ્યથાની કથાને છોડો : પૂજ્ય ધીરજમુનિ મ.સા.April 23, 2019

વડોદરા શહેરમાં પૂજ્ય ધીરગુરુના આગમનથી સંઘમાં ઉત્સાહ વડોદરા શહેરના સૌથી જુના શાસ્ત્રી પોળ જૈન ઉપાશ્રયે પૂ.શ્રી ધીરગુરુદેવના પદાર્પણથી ઉમંગ છવાયો હતો.
ધર્મસભાને સંબોધતા પૂ.ગુરુદેવે જણાવેલ કે સમય પરિવર્તનશીલ છે. માનવીના જીવનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવા સમયે ભૂતકાળની વ્યથાની કથાને છોડીને ભવિષ્યકાળ માટે સારું કરવાની વ્યવસ્થામાં શક્તિને લગાડવાથી સંઘ-શાસન-સમાજનો વિકાસ થયા વિના રહેશે નહિ. આગામી ૨૫-૩૦ વર્ષનો નજરઅંદાજ કરી કાર્ય કરવા જ‚રી છે. તાજેતરમાં આસુરિયા (ભ‚ચ નજીક) ખાતે સ્થાનકવાસી શ્રમણ સંઘના ૬ વર્ષના દીક્ષા પર્યાયધારી અને એક મહાસતીજી માત્ર ૩ મહિના પૂર્વે દીક્ષા અંગીકાર કરનાર ટેમ્પોની હડફેટે આવી જતાં બ્રેઇન હેમરેજ થતાં મૃત્યુ પામ્યા હતા. સરકાર કે સમાજ કે સંઘોએ વ્યવસ્થા માટે આગળ આવવાની જ‚ર છે. એક વૈરાગી-દીક્ષાર્થીને તૈયાર કરવામાં વર્ષો લાગતા હોય છે ! જીવદયા કળશનો લાભ પંકજભાઇ ફોફરીઆ અને જૈનાગમ અર્પણ સંઘપ્રમુખ મનોજ કોઠારી, રાજુ ચુડગર, રસિક વોરા વગેરેના હસ્તે કરાયેલ. સાતાકારી પાટનો ભાવિકોએ લાભ લઇને ઉત્સાહ વધાર્યો હતો.