રાજયની સૌથી મોટા સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં શ‚ થયું મતદાન April 23, 2019

ભૂજ તા,૨૩
રાજયના સૌથી મોટા કચ્છ સંસદીય મત વિસ્તારમાં આજે વ્હેલી સવારથી જ મતદાનો પ્રારંભ થયો છે. ભાજપના વિનોદ ચાવડા એ કોંગ્રેસના નરેશ મહેશ્ર્વરી સહિત ૧૦ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ કરવામાં આવ્યું છે. મતદાનના પ્રારંભે જ અનેક જગ્યાએ ઈવીએમ વીવીપેટ બગડયા હતા. ત્યારબાદ શાંતિપૂર્ણ માહોલમાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૪૨ ટકા મતદાન થયું છે.
અબડાશામાં ૩૪.૨૭, માંડવીમાં ૩૭.૪૨, ભુજમાં ૩૭.૫૯, ગાંધીધામમાં ૩૩.૫૪, રાપરમાં ૩૨.૨૮, અંજારમાં ૩૯.૨૭, મોરબીમાં ૪૦.૫૦ ટકા મતદાન થયું છે મોકપોલમાં ૨૯ વીવીપેટ, ૩૪ ઇવીએમ, ૧૬ બેલેટ યુનિટ બદલાવાયા હતા
છેલ્લા દોઢેક માસાથી ગરમાયેલા રાજકીય માહોલમાં આજે મંગળવારે કચ્છમાં ૧૭.૪૩ લાખ મતદારો લોકસભાની ચૂંટણી લડી રહેલા ૧૦ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે. ઉમેદવારોના પ્રચાર-પ્રસાર વચ્ચે પણ હાલ ૪૦ ડિગ્રી ધોમાધખતા તડકાની અસર મતદાન પર થવાની ભીતિ વચ્ચે તમામ સિૃથતિમાં વધુમાં વધુ લોકો મતદાન માથકો સુાધી પહોંચે તેના માટે ચૂંટણી તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. સવારાથી સાંજ સુધી મતદાન થયા બાદ તમામ ઈવીએમ ઈજનેરી કોલેજના સ્ટ્રોંગરૃમમાં સીલ કરી દેવામાં આવશે. ગણતરીના દિવસે ઉમેદવારોને મળેલા મતનું સરવૈયું કાઢવામાં આવશે.
લોકસભાની અનુ.જાતિ અનામત એવી કચ્છ-મોરબી બેઠક સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી બેઠક છે. માટે અહી મતદાનની વ્યવસૃથા ગોઠવવી એ ચૂંટણી તંત્ર માટે પડકાર‚પ હોય છે. ખાસ કરીને છેવાડાના સરહદી વિસ્તારના ગામડાઓમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ બને છે. આજેે સવારે ૭ કલાકે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ત્રીજા તબક્કાનું મતદાન શ‚ થશે. કચ્છમાં હાલની સિૃથતિ જોતા ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે જ સીધી ટક્કર છે. બાકીના આઠ ઉમેદવારો પણ મેદાનમાં છે. તમામ મતદાન માથકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને રાપર પંથક સહિતના વિસ્તારોના સંવેદનશીલ મતદાન માથકોએ એસઆરપી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉમેદવારોને ઘરે ઘરે ફરીને છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો હતો. આગેવાનોએ બેઠકો યોજીને તડ-જોડના અંતિમ પ્રયાસો કર્યા હતા.