ફકત સ્લીપ લઇને મતદાન કરવા આવેલા લોકોને થયો ધકકોApril 23, 2019

ક્ષ આધાર કાર્ડ,
ચૂંટણી ઓળખ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ સહિતનું કોઇપણ એક ફોટો ઓળખકાર્ડ મતદાન માટે ફરજિયાત
રાજકોટ તા. 23
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શરૂઆતમાં ધીમુ મતદાન નોંધાયા બાદ સ્પીડ પકડી હતી. દરમિયાન આ વખતે મતદાન માટે ફોટો આઇડી ફરજિયાત બનાવતા કેટલાય મતદારોને ધકકો થયો હતો.
આ વખતે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. મતકેન્દ્રો પર સવારથી જ મતદારોની લાઇનો જોવા મળી હતી. ચૂંટણી ફરજ પરનાં અધિકારીઓ મતદારોનાં ફોટો ઓળખકાર્ડની ખરાઇ કર્યા બાદ જ મતદારોને બુથમાં એન્ટ્રી આપવામાં આવી રહી હતી. આથી જ ઉત્સાહમાં ફકત સ્લીપ લઇને મતદાન કરવા પહોંચેલા મતદારોને ધકકો થયો હતો. મતદાન કરવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ, ચૂંટણી ઓળખકાર્ડ સહિતનાં કોઇપણ એક ફોટો ઓળખકાર્ડ દેખાડવું ફરજિયાત છે. ફોટો ઓળખકાર્ડ વગર ફકત સ્લીપ સાથે આવેલા મતદારોને મતદાન કરવા દેવામાં આવ્યુ ન હતું. ફકત સ્લીપ સાથે આવેલા મતદારો લાઇનમાં ઉભા રહ્યા બાદ વારો આવતાં અધિકારીઓએ ઓળખકાર્ડ માંગતાં પરત ફરવું પડયું હતું.
લોકસભાની ચૂંટણીમાં સામાન્ય કરતા ધીમુ મતદાન થતાં લોકોને મતદાન મથકો સુધી પહોંચાડવા ધોમધખતા તાપમાં પણ રાજકીય પક્ષોના કાર્યકરો મેદાનમાં ઉતરી પડયા હતાં.