કાચી કેરી: સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ April 23, 2019

કાચી કેરીનું સેવન લિવરમાં તેમજ પિત્ત, એસીડિટી, રક્તવિકાર,ગેસ જેવી અનેક તકલીફોમાં ફાયદાકારક છે કાચી કેરીનું સેવન અનેક પ્રકારે કરી શકાય છે. કોઇપણ રીતે તેનો ઉપયોગ ફાયદાકારક છે ઉનાળો આવે એટલે કેરીની યાદ આવે. મીઠી મધુરી કેરી સીઝન શરૂ થાય એ પહેલા લીલીછમ્મ ખાટી કેરી બજારમાં દેખાવા લાગે છે. કાચી કેરી પાકી કેરીની જેમ આપણા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.કાચી કેરીનું સેવન અનેક પ્રકારો કરી શકાય છે. કોઇપણ રીતે તેનો ઉપયોગ ફાયદાકારક છે.
સૌ પ્રથમ તો ઉનાળાની લૂ થી બચવામાં કાચી કેરી અકસીર ગણાય છે.બપોરના ભોજનમાં કાચી કેરી, ડુંગળી, ટામેટાનું, કચુંબર ખાવાથી લૂ થી બચી શકાય છે. કાચી કેરી શરીરનું તાપમાન જાળવી રાખે છે.
* કાચી કેરી રકતવિકારની સમસ્યામાં પણ ઉપયોગી છે. તેમાં રહેલ વિટામીન-સી નવી કોશિકા બનાવવામાં મદદરૂપ થાય છે. કાચી કેરીના ટુકડા કરી તેના પર મીઠું, મરચું, ચાટ મસાલા,ભભરાવી નાસ્તામાં કે ભોજનમાં ખાઇ શકાય છે.
* કાચી કેરી લિવરમાં પિત્ત અને એસિડના કારણે જે રોગ થાય છે તે દૂર કરે છે. કાચી કેરીના પીસ કરી તેને મિકસરમાં પીસી લીલા
મરચા ગોળ મીઠું, મરચું, વગેરે નાખી ચટણી બનાવીને નિયમિત સેવન કરી શકાય છે.
* દાંત તથા પેઢા માટે કાચી કેરી ફાયદાકારક છે. કાચી કેરીની ખટાશ દાંત અને પેઢાને મજબુત બનાવે છે. ઉપરાંત કાચી કેરીની ગોટલીને દાંત પર ઘસવાથી દાંત ચમકીલા બને છે. અને મોઢામાંથી આવતી દુગઁધ પણ દૂર થાય છે.
* કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. કાચી કેરીનું શરબત બનાવી તેમાં જીરાનો ભૂકો નાંખીને પીવાથી ઠંડક
મળે છે.
* ગેસ, એસીડિટી અને કબજિયાતની તકલીફ હોય તેના માટે કાચી કેરીનું સેવન લાભદાયી છે.
કાચી કેરીનો અથાણુ બનાવવામાં ઉપયોગ થાય છે એ આપણે સહુ જાણીએ છીએ. આ ઉપરાંત કાચી કેરીનો મુરબ્બો, શરબત, કચુંબર, ચટણી, અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. કાચી કેરીના આટલા ઉપયોગ છે છતાં તેનું પ્રમાણ જાળવી રાખવું જોઇએ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી ગળામાં બળતરા થઇ શકે છે. તેથી દરેકે પોતાની તાસીર મુજબ તેનો ઉપયોગ કરવો જોઇએ. પોતાની પસંદ અને તાસીર મુજબ અલગ અલગ રીતે કેરીનો ઉપયોગ કરીને તેનો ફાયદો મેળવવો જોઇએ.