GSTનું રિફંડ અટવાતા નાના હિરા એકમોને મરણતોલ ફટકોApril 23, 2019

  • GSTનું રિફંડ અટવાતા નાના હિરા એકમોને મરણતોલ ફટકો

લેબર પર પાંચ ટકા જીએસટી રિફંડ મેળવવા નાના એકમોને સમસ્યા: કામગીરીમાં 20%નો કાપ રાજકોટ તા. 23
સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હીરા કટિંગ અને પોલિશિંગ સેન્ટર્સ ખાતેની કામગીરીમાં પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 15-20 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું કારણ છે કે ડાયમન્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને લેબર પર પાંચ ટકા જીએસટી રિફંડ નથી મળી રહ્યું.
આ પ્રદેશોમાં આવેલા નાના એકમો માટે આના કારણે આર્થિક સમસ્યા ઊભી થઈ રહી છે, જોકે સુરતમાં આવેલા મોટા એકમો ગમે તેમ કરીને પરિસ્થિતિ સામે ટકી રહ્યા છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેને જણાવ્યું હતું કે લેબર પર પાંચ ટકા જીએસટી રિફંડ મેળવવાના મામલે નાના એકમો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને કામગીરીને ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી તેમણે તેમની કામગીરીમાં 15 ટકાથી લઈને 20 ટકાનો કાપ મૂક્યો છે.
ગુજરાતમાં હીરાના વેપારીઓને હજુ લેબર પર જીએસટી રિફંડ તરીકે છ30 કરોડ મેળવવાના બાકી છે. તેમણે જણાવ્યું હતું કે આ આંકડામાં સુરત સહિતના તમામ એકમોનો સમાવેશ થાય છે.
ઉદ્યોગે લેબર પર પાંચ ટકા જીએસટીને હટાવી દેવાની માંગણી કરી જ છે. વાસ્તવમાં જીજેઇપીસી દલીલ કરે છે રફ હીરાની આયાત આશરે છએક લાખ કરોડ જેવી છે તથા એ જ હીરા જ્યારે કટિંગ અને પોલિશ થાય છે અને તેની નિકાસ થાય છે ત્યારે તેની કિંમત છ 1.48 લાખ કરોડ મળે છે, આવા સંજોગોમાં વધારાના છ48,000 કરોડનું વિદેશી ભંડોળ સરકાર મેળવે જ છે. આયાત કરવામાં આવેલા રફ હીરામાંથી 95 ટકાથી વધારેની નિકાસ કરવામાં આવે છે ત્યારે સરકારને આ ઉદ્યોગના લેબર પર ટેક્સ નાખવાની જરૂર નથી જ્યારે તે લેબર પર આધારિત છે તથા વિદેશી વિનિમય દ્વારા આવક મેળવે છે, તેમ જીજેઇપીસી જણાવ્યું હતું. અમે લોકસભાની ચૂંટણી પૂરી થાય તેની રાહ જોઈએ છીએ.
અમે સરકાર સાથેની વાટાઘાટની શરૂઆત કરી છે અને અમને આશા છે કે લેબર પરની પાંચ ટકા જીએસટી નીચે આવશે.