રાજકોટમાં 59 EVM વીવીપેટમાં ખામી સર્જાઇApril 23, 2019

રાજકોટ તા. 23
રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાનના પ્રારંભ પૂર્વ કરવામાં આવેલી મોકમોલ દરમિયાન 59 જેટલા મશીનમાં ખોટકો સર્જાતા તાબડતોબ બદલાવામા આવ્યા હતા.
સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ મોકપોલ દરમિયાન પ્રત્યેક ઇવીએમ વીવીપેટમાં 50 મત નાખી ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઇવીએમમાં ખોટકો સર્જાતા ચૂંટણી સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી.
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 12 બુલેટ યુનિટ, 25 ક્ધટ્રોલ યુનિટ, 22 વીવીપેટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ચાર સીટુ , જોકે વીવીપેટ બદલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દક્ષિણ રાજકોટમાં એક સીયુ, એક બીયુ મશીન બદલવામાં આવ્યું હતું. રાજકોટ પશ્ર્ચિમ બેઠકમાં ત્રણ વીવીપેટ, બે બીયુ, બે સીયુ મશીન બદલાયા હતા. એક મતદાન મથક ખાતે આખો સેટ બદલવામાં આવ્યો હતો.