વહેલી સવારથી મતદાન કરવા યુવકોમાં ઉત્સાહ April 23, 2019

રાજકોટ તા.23
રાજકોટ સહીત રાજ્યભરમાં લોકસભાની 26 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને મતદાન કરવા માટે યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા બહેનો પોતાનું ઘરનું કામ પણ પડતું મૂકીને મતદાન કરવા નીકળી પડી હતી
રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણી અન્વયે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો રાજકોટના 2050 મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી શહેરના તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો મતદાન શરુ થતા જ મતદારો મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા ક્યાંક ને ક્યાંક તંત્રની મંદ ગતિને લીધે લોકોને ખાસો સમય લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું સવારથી મતદાન મથકો ઉપર યુવાનો અને બહેનો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા સવારનું ઘરકામ પણ પડતું મૂકીને બહેનો મતદાન માટે બહાર નીકળી ગઈ હતી સવારના પ્રારંભીક મતદાનને જોતા સાંજના 6 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે