વાનખેડે સ્ટેડિયમ થઇ શકે છે ‘સીલ’April 23, 2019

મુંબઇ : મુંબઇમાં આવેલા વાનખેડે સ્ટેડિયમ પર સંકટના વાદળો છવાયાં છે. રાજ્ય સરકારે આ જગ્યા છેલ્લા પ0 વર્ષ માટે એમસીએ (મુંબઇ ક્રિકેટ એસોશિયેશન)ને ભાડા પર આપી હતી, તેની મુદ્દત ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઇ હોવા છતાં રાજ્ય સરકારની પરવાનગી સિવાય નવું બાંધકામ બાંધવામાં આવ્યું હોવા છતાં એમસીએને નોટિસ ફટકારવામાં આવી છે. મુંબઇના જિલ્લાધિકારીએ 16મી એપ્રિલના રોજ એમસીએ પાસેથી રૂ. 120 કરોડની માગણી કરી હતી. જો એમસીએ આ રકમ ચૂકવવામાં ઢીલ કરશે તો સ્ટેડિયમને અમારા તાબામાં લઇશું તેવો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો હતો. વર્ષ 1975માં વાનખેડે સ્ટેડિયમ બાંધવામાં
આવ્યું હતું.
એમસીએ પાસે પોતાનું સ્ટેડિયમ હોવું જોઇએ એવું તેમનું માનવું હતું, પણ આ નિવેદનને કારણે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા સાથે વિવાદ થયો હતો. 43,977.93 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ સ્ટેડિયમમાં આશરે 33,000 પ્રેક્ષકો બેસી શકે છે. રાજ્ય સરકાર સાથે 50 વર્ષ માટે કરવામાં આવેલા કરાર ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સમાપ્ત થયાં હતાં.
કરારમાં જણાવ્યાનુસાર એમસીએને સરકાર બાંધકામ ક્ષેત્ર માટે એક રૂપિયા દીઠ ચોરસ યાર્ડ અને ખાલી જગ્યાનું 10 પૈસા પ્રતિ યાર્ડ ચૂકવવાનું હતું. એમસીએએ આ જગ્યા પર ક્રિકેટ સેન્ટર બનાવ્યા બાદ ભાડા કરારની રકમ બદલવાનો દાવો કર્યો હતો, જે હાલમાં બીસીસીઆઇનું મુખ્યાલય છે. એમસીએ દ્વારા કરવામાં આવેલી તમામ કામની ચૂકવણી કરવામાં આવે તેવો ઉલ્લેખ નોટિસમાં કરાયો હતો.