IPL : આજે ચેન્નઈ સામે હૈદરાબાદ ટકરાશેApril 23, 2019

ચેન્નાઈ તા,23
તાજેતરની મેચોમાં થોડા મંદ દેખાવમાં રહેતી ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમના ટોચના ત્રણ બેટ્સમેનનું ફોર્મ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) સામે મંગળવારે અહીં રમાનારી મેચમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે મુખ્ય ચિંતાનો વિષય હશે. સુપર કિંગ્સની સમસ્યા જો તેના ટોચના બેટ્સમેનોની નિષ્ફળતા છે તો કેન વિલિયમસનની સનરાઈઝર્સની ટીમને પણ તેના મધ્યમ ક્રમના બેટધરોના મંદ દેખાવની ચિંતા છે. સનરાઈઝર્સની ટીમના ઘણાખરા રન તેના ઓપનિંગ બેટ્સમેનો ડેવિડ વોર્નર (517) અને જોમી બેસ્ર્ટોવ (445)એ નોંધાવ્યા છે.
આગામી મેચમાં વિજય સુપર કિંગ્સની ટીમનો સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ લગભગ નિશ્ર્ચિત બનાવશે કે જે ઉપરાઉપરી તેની છેલ્લી બે મેચ અનુક્રમે સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હરીફ ટીમના મથકે હારી ગઈ છે.
સુપર કિંગ્સના ટોચના ત્રણ બેટ્સમેનોની નબળા ફોર્મમાં નિષ્ફળતા ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર માનસિક દબાણ વધારે છે.
અહીં ચેપોકની પિચ અત્યાર સુધીની બધી મેચમાં ધીમી રહી છે કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના ટોચના ક્રમના બેટ્સમેનોની નિષ્ફળતા માટે તેને જવાબદાર ઠેરવી હતી. મેચની શરૂઆત
રાતે 8 વાગ્યે.