વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની માતા હીરાબાના આશીર્વાદ લઈ કર્યુ મતદાનApril 23, 2019

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની માતા  હીરાબાના આશીર્વાદ  લઈ કર્યુ મતદાન

જય ‘માતા’જી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન માટે અમદાવાદ મતદાન મથકે પહોંચે તે પહેલા ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને લાપસી ખવડાવી
મોં મીઠું કરાવ્યું હતું અને માતાજીની ચૂંદડી ભેટમાં આપી હતી. વડાપ્રધાને માથે ચડાવી તેનો સાદર સ્વીકાર કર્યો હતો. હીરાબાએ શ્રીફળ પણ આપ્યું અને શૂકનવંતા 501 રૂપિયા પણ આપ્યા હતા.