રમેશભાઇને સબ કા સાથ, પોરબંદરમેં અબ સબ કા વિકાસApril 22, 2019

ખેડૂતો, વેપારીઓ, માછીમારો અને જ‚રિયાતમંદ તમામ લોકો માટે એટીએમની જેમ હરદમ હજરાહજુર અને સદૈવ મદદગાર થવા રમેશભાઇનું વચન સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સહકારી ક્ષેત્ર સાથે ઓતપ્રોત હોવાથી રમેશભાઇને શત્પ્રતિશત્ સપોર્ટ કરવા જાગૃત તમામ મતદારોમાં થનગનાટ ઇઝરાયેલ પેટર્નથી અત્યાધુનિક ખેતી, વિશ્ર્વકક્ષાએ સૌરાષ્ટ્ર-ગુજરાતનું નામ રોશન કરે તેવા ખેલાડી તૈયાર કરતી સ્પોર્ટસ એકેડેમી અને યુવાનો રોજગાર માંગનારને બદલે આપનાર બને તેવા સંકલ્પો રાજકોટ તા.૨૨
કોઠાસુઝી ગ્રામ્ય જનતા કોઇના પર ભરોસો મુકતા પહેલાં સો વાર વિચારે પરંતુ પોરબંદર પંથકની જનતા નસીબવંતી છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક વિશે ઝાઝો વિચાર કરવાની જ‚ર નથી. પોતાનાં સેવાકાર્યો, ધર્માચરણ અને સહકારી અભિગમથી સુખ્યાત એવા રમેશભાઇ ધડુક‚પે જનપ્રતિનિધિ ચુંટવાનો પોરબંદર પંથકની જનતાને અવસર મળ્યો તેનો રાજીપો ચૌ-દિશામાં જોવા-જાણવા મળી રહ્યો છે. ચૂંટણી સંદર્ભે જોતાં પોરબંદર પંથકમાં હાલ તો રમેશભાઇ ધડુકનો વન મેન શો જેવું વાતાવરણ છે. ગાંધી ભુમિ પોરબંદરમાં રમેશભાઇ‚પી આંધી વિપક્ષ પર ફરી વળી છે. રમેશભાઇ ધડુકને સર્વે મતદાતા સમુહ તરફથી મળી રહેલો સાથ એ સુચવે છે કે પોરબંદર પંથકનો હવે સર્વાંગી વિકાસ સંભવ છે. જનસેવા એ જ પ્રભુસેવામાં માનનારા રમેશભાઇ પર મતદાતાઓનો જન સૈલાબ ઓળઘોળ થતો જોવા મળે છે.
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક દ્વારા આજે લોક સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. અલગ અલગ વિસ્તારમાં રમેશભાઇ ધડૂકના સમર્થનમાં સમગ્ર પોરબંદર વિસ્તારમાં કાર્યકરો ફર્યા હતા અને રમેશભાઇ ધડૂક તરફી મતદાન કરવાનું કહેતા સમગ્ર જન સમુદાયોએ રમેશભાઇ ધડૂકને જ મતદાન કરીશું તેવો કોલ આપેલ હતો અને રમેશભાઇ જંગી લીડથી વિજય બનશે તેમાં કોઇ શંકા નથી.
રમેશભાઇ ધડૂક સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક અને ગોંડલ માર્કેટ યાર્ડ અને સ્થાનિક સહકારી બેંકના હોદેદાર તરીકે કરેલી કાર્યવાહી અને ભાજપમાં વર્ષોથી નાના-મોટા તમામ કાર્યક્રમોમાં અચૂક હાજરી આપનાર રમેશભાઇ ધડૂક જયારે પોરબંદર લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે ત્યારે ખેડૂતોના હમદર્દ તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે રમેશભાઇએ જણાવ્યા અનુસાર પોતે ખેડૂતપુ હોય તેથી ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો તેને લઇને ખેડૂતોની જે સમસ્યા ખેડૂતો કહે છે તેના ઉકેલ માટે પણ ધડૂકે તૈયારી બનાવી છે. પાકવીમો હોય કે પોષણક્ષમ ભાવની વાત હોય કે ટેકાના ભાવે ખરીદી વાત આવે ત્યારે પ્રચારમાં જે જે ખેડૂતો બે મને વાત કરી છે ત્યારે પોરબંદર મત વિસ્તારના તમામ ખેડૂોતોને હું એ જ ખાતરી આપું છું કે હું તમારામાંથી જ આવ્યો છું અને મારા મત વિસ્તારકના ખેડૂતો અને માછીમારો દુ:ખી હોય તે ન ચાલે તેથી જ મારુ પ્રથમ કામ આ વિસ્તારના ખેડૂતો અને માછીમાોરની સમસ્યા જે મે ‚બ‚ સાંભળી છે અને નિહાળી છે તેનો ઉકેલ હશે અને તેમાં હું કોઇ સંજોગોમાં પાછીપાની નહી કરું એ ચોક્કસ છે.
ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડૂકે કહ્યું હતું કે આ ચૂંટણી હું નહીં પણ આપણે સૌ લડીએ છીએ. ત્યારે સમગ્ર વિસ્તારમાં વિજયના સંકલ્પ સાથે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાત દિવસ જોયા વગર ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, સામાજીક આગેવાનો પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે તેનો હું દીલથી ઋણી છું. તમામ મતદારોને એ પણ ખાતરી આપું છુ કે તમારો આ જાગૃત લોકપ્રતિનિધિ મતદારોના પ્રશ્ર્નો માટે કોઇ પાછી પાની નહી કરે તે ચોક્કસ છે.
રમેશભાઇનાં જીવન પર સંતદાશી જીવણનો ખુબ પ્રભાવ પરોપકારી સંતનાં નામે રમેશભાઇએ જીવણ મંડળ પણ બનાવ્યું અને દાશી જીવણમાંથી પ્રેરણા લઇ ૨૦૦૫ માં સમાજની સેવા કાજે શીક્ષણ, આરોગ્ય અને સામાજિક સહાયનાં ત્રણ સંકલ્પો લીધા, શિક્ષણનો સંકલ્પ દાશી જીવણનાં નામે સ્કુલ શ‚ કરી, દિપાવ્યો આજે આ શાળામાં ૭૦૦ જેટલા છાત્રો વિદ્યા પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમાં પણ ૩૫૦ થી વધુ છાત્રો તો ટોકન ફ્રી અથવા મફતમાં વિદ્યાદાન પ્રાપ્ત કરી રહ્યાં છે. બીજો સંકલ્પ આરોગ્યલક્ષી સેવા પુરી પાળીને આદર્યો જ‚રીયાત મંદોને આરોગ્યની સારવાર મફત દવા, સચોટ અને નિ:શુલ્ક નિદાન કરાવવા શ‚ કર્યા તેનાં માટે ગોંડલ અને રાજકોટનાં નિષ્ણાંત તબિબોની સેવા મળતી દાશી જીવણ સ્કુલમાં પણ નિયમિત આરોગ્ય ચકાસણી અને મફત દવાઓનું વિતરણ થવા લાગ્યું જે આજે પણ યથાવત છે. આ ઉપરાંત ધાર્મિક,સામાજિક કોઇ પણ કાર્યો હોય, રમેશભાઇ ધડુક તન-મન-ધન થી સહાયભુત થયા જ હોય, એવા અશંખ્ય લોકો અને પરીવારો મૌજુદ છે. તેનાં અંગત પ્રશ્ર્નોમાં પણ વ્યકિતગત રશ લઇ પોતાની ઓળખાણનો ઉપયોગ કરી મદદએ આવ્યા હોય, રમેશભાઇ ઉપરાંત સંતદાશી જીવણ જેવો જ બીજો સંત મુર્તિ એવા પૂ.નાથાભાઇ જોષી(પૂજ્ય ભાઇ) નો પણ ખુબ પ્રભાવ નાથભાઇ ‚ષિતુલ્ય ગણાય ભાગવત સાધનાં સંઘ નામની ધર્મ સંસ્થાનાં પ્રણેતા એવા નાથાભાઇ જોષીને રમેશભાઇ ૨૦૦૧ માં સૌપ્રથમવાર મળ્યાં પરંતુ સોનામાં જાણે સુગંધ ભળી પૂજ્ય નાથાભાઇ જોષીએ રમેશભાઇ ધડુકનાં પરોપકારી આત્માને પારખી લીધા અને ‚ડા આશિર્વાદ આપતા કહ્યં કે તમો હજી ઘણાં જ ધનવાન સંપત્તિવાન બનશો સાથો સાથ સલાહ પણ આપી કે એ ધન લક્ષ્મીને સદ્દ કાર્યમાં ઉપયોગમાં લેજો બસ ત્યારથી જ રમેશભાઇ ધડુક ઉપર લક્ષ્મીજીની અપારકૃપા પણ થવા લાગી અને પુજ્ય ભાઇનાં આશિર્વચન મુજબ રમેશભાઇએ ધનલક્ષ્મીનો ધર્મ પારાયણોમાં સવિશેશ ઉપયોગ કરવા માન્યો ૨૦૧૧ માં રમેશભાઇએ સૌ પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ, પણ તે પછીથી તેઓ ભાગવત કથાનાં કાયમી યજમાન કે પ્રેરક તરીકે પંકાતા થયા. અત્યાર સુધીમાં પ૦ થી વધુ ભાગવત્ત સપ્તાઓનાં આયોજન થયા, રમેશભાઇ ગોંડલ ઉપરાંત ધોરાજી, જામકંડોરણાથી માંડી છેક સુરત સુધી સૌના માનિતા બની ગયા છે. આ ઉપરાંત વડિલોને યાત્રા કરાવવી શ્રીનાથજીની ઝાખીનાં આયોજન કરવા જન્માષ્ટમી ઉત્સવ, ફુલફાગ ઉત્સવ, ‚ક્ષ્મણી વિવાહ, દ્વારકાજીમાં ધજાજી ચડાવવી મનોરથો યોજવા , શોભાયાત્રાઓ, અન્નકુટ મનોરથો, સ્વામિનારાયણની પારાયણી યોજવી વગેરે રમેશભાઇનું મુખ્ય કાર્ય બની રહ્યું. રમેશભાઇ એક વ્યકિત મટી સંસ્થા જેવા બની ગયા અને સૌરાષ્ટ્ર લેઉવા સમાજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તેમજ યુ.એલ.ડી. ક્ધયા છાત્રાલય જેવી અનેક સંસ્થાઓમાં મુખ્ય સેવાર્થે તરીકેની ફરજ નિભાવતાં રહ્યાં.
પૂણ્યનાં તપનું ફળ કહો કે ઇશ્ર્વરની કૃપા રમેશભાઇને દરેક ક્ષેત્રે ન માગ્યું સામેથી દોડતુ આવ્યું ગુજરાતમાં મુખ્ય મંબી કેશુભાઇ પટેલની ભાજપ સરકાર વખતે તેઓ ગોંડલ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન અને ગોંડલ નાગરીક સહકારી બેન્કનાં પણ ચેરમેન બન્યા આગળ જતા રમેશભાઇને વિઠ્ઠલભાઇ રાદડીયા જેવા શકિતસાળી અને કર્મઠ નેતાનો સાથ મળ્યો, વિઠ્ઠલભાઇ રમેશભાઇ ધડુક પરીવારનાં કુટુંબીજન જેવા બન્ને પરીવારે ધોરાજી,ગોંડલ,રાજકોટ અને જામકંડોરણા પંથકમાં ખેડુતોનાં હીતનાં શ્રેણીબંધ કાર્યો પાર પાડ્યાં વિઠ્ઠલભાઇ રાદડીયાની સુભેચ્છાથી રમેશભાઇ ઓલઇન્ડીયા માર્કેટ યાર્ડ બોર્ડનાં ચેરમેન પણ બન્યા ૧૯૮૯ માં કેન્દ્રની વાજપાઇ સરકાર વખતે ટેકનોલોજી મીશન ઓફ કોટન યોજના હેઠળ ‚ા.૬૦૦ કરોડ જેવી માત્તમ્બર રકમની ગ્રાન્ટ મંજુર કરાવી. રમેશભાઇએ કપાસનાં વાવેતર, જાળવણી અને વેંચાણ ક્ષેત્રે ફાળવી હતી. આથી વિરલ હસ્તિને ભાજપે લોકસભાની પોરબંદરની બેઠક ફાળવી લોકતંત્રની સોભા પણ વધારી છે. રમેશભાઇ દાવા સાથે કહી શકે કે, તેમને વધુ કશુ જોઇતું નથી. બલકે ઇશ્ર્વરે જે કાંઇ આપ્યું છે. તે વધુને વધુ જન સેવામાં અર્પણ કરવું છે. અજાતશત્રુ એવા રમેશભાઇ ધડુકને સમર્થન આપવું એટલે જે તે ક્ષેત્રનાં નાગરીકોએ પોતાનાં ભાગ્યોદયની તપ ઝડપવી એમ કહેવું અતિશયોકિત નથી. ધર્મમાં રાજકારણની ઘુસણખોરીની શિકાયતો વચ્ચે આવી ધર્મપ્રેમી હસ્તીનાં જાહેર જીવનમાં પ્રવેશથી રાજનિતિમાં ધર્મનો પ્રભાવ વધશે તે પણ દીવા જેવું સ્પષ્ટ છે.