મહિલાઓના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શનApril 20, 2019

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સ દ્વારા મહિલાઓના સ્વાસ્થયને અનુલક્ષીને એક સેમીનારનું આયોજન કરેલ હતું. સેમીનારમાં મહીલાઓના સ્વાસ્થયને અનુલક્ષીને એક વકત્વ્ય અને પ્રશ્ર્નોતરીનું આયોજન કરવામાં આવેલ હતું સેમીનારમાં રાજકોટ શહેરના નામાંકિત ગાયનેકલોજીસ્ટ એમ.ડી.ડો.પુર્વીબહેન અઘેરાએ અત્યંત સરળ શૈલીમાં મહિલાઓને મુંઝવતા શારિરીક, માનસીક તથા સ્વાસ્થય સંબંધી પ્રશ્ર્નો સંબંધે પ્રવચન આપ્યું હતું. પ્રવચન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત  કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત હોમ સાયન્સ ભવનનાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડો.નિલાંબરીબેન દવેએ પ્રસંગોચિત પ્રવચન આપી બહેનોનું માર્ગદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કર્મચારી બહેનો, વિદ્યાર્થીની, અધ્યાપકગણ, ટીચીંગ- નોન ટીચીંગ કર્મચારી બહેનો તથા બહારની બહેનો એમ કુલ 150 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સના કો-ઓર્ડિનેટર ડો. આરતીબેન એસ.ઓઝા તથા કર્મચારી લાખાણી પુર્વી, જોશી રીનાબેન, બાલધા ચંદ્રીકાબેન, કિડિયા મનીષાબેન, નિરંજની સોનલબને પરિશ્રમ કરેલ હતો.