પાઘડી બાંધી કોહલી બોલ્યો: સત શ્રી અકાલ!April 20, 2019

નવીદિલ્હી : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર પોતાનો નવો લુક શેર કર્યો છે. વિરાટ પંજાબી લુકમાં દેખાઈ રહ્યો છે અને તેણે માથે પાઘડી, પઠાણી સૂટ અને કાળા રંગની પંજાબી મોજડી પહેરી છે. વિરાટે ડાબા હાથે કડું પણ પહેર્યું છે. ગુલાબી પાઘડી પહેરી આ તસવીરમાં વિરાટે હાથ જોડેલા છે અને તેણે તસવીરની સાથે ‘બધાને સત શ્રી અકાલ’ લખી અભિનંદન પાઠવ્યા છે.
વિરાટનો આ નવો લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ તસવીરને 38 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને ઘણા બધા લોકો તેને રીટ્વીટ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, કોહલી અત્યારે આઈપીએલમાં વ્યસ્ત છે. તે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે રમી રહ્યો છે. જોકે, અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન એકદમ નબળું
રહ્યું છે.