આજે દિલ્હીની પંજાબ સામે થશે આકરી કસોટીApril 20, 2019

નવીદિલ્હી : ફિરોઝશાહ કોટલાના મેદાન પર પોતાની કેટલીક નિષ્ફળતા પછી ઘરઆંગણે વિજયની શોધમાં રહેતી દિલ્હી કેપિટલ્સની ટીમ આઈ. પી. એલ.માં શનિવારે રાતે અહીં રમાનારી મેચમાં નવા જુસ્સા સાથેની કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાનો મરણિયો પ્રયાસ કરશે.
આ ધનિક સ્પર્ધાના 12માં વર્ષમાં પોતાના નવા નામ હેઠળ રમતી દિલ્હી કેપિટલ્સની ટીમે મુંબઈમાં વિજયી શરૂઆત કરવા સાથે ઉપરાઉપરી ત્રણ મેચ જીતી હતી, પણ પોતાના ઘરઆંગણેની મેચોમાં તેનો દેખાવ બિલકુલ બિનપ્રભાવશાળી રહ્યો છે કે જ્યાંની પિચ તેના બોલરોને માફક આવી નથી.
રિકી પોન્ટિંગની તાલીમ અને સૌરવ ગાંગુલીના માર્ગદર્શન હેઠળ દિલ્હીની ટીમે વિશ્ર્વના આ બે મહાન ખેલાડીઓની પ્રતિષ્ઠાને છાજે એવી રમત રમવાની રહે છે.
રવિચંદ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ત્રણ દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો હતો અને તેના ખેલાડીઓનો આત્મવિશ્ર્વાસ ઊંચો હશે.
ક્રિસ ગેઈલ, કે. એલ. રાહુલ, ડેવિડ મિલર અને મોહમંદ શમી જેવા ખેલાડી દિલ્હીની ટીમના ઘરઆંગણેના નબળા દેખાવનો લાભ ઉઠાવવા તત્પર હશે અને અશ્ર્વિનની આગેવાનીમાં તે મહેમાન વિશ્ર્વસનિય ટીમ માટે અસંભવિત ન હશે.
શ્રેયસ ઐયરના સુકાન હેઠળની કેપિટલ્સની ટીમે ઘરઆંગણે તેની ચાર મેચમાંથી ફક્ત એક વિજય પ્રાપ્ત કર્યો છે અને તે એકમાત્ર સફળતા કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ ટાઈ થયા પછી સુપર ઓવરમાં પ્રાપ્ત થઈ હતી. દિલ્હીનો યુવાન વિકેટકીપર/બેટ્સમેન રિષભ પંત ભારતની વર્લ્ડ કપની ટીમમાંથી વિવાદાસ્પદ તેની બાકાતી થયા પછી તથા મુંબઈ ઈન્ડિયન વિરુદ્ધની છેલ્લી મેચમાં નિષ્ફળ જવા બાદ ફરી બધાની નજરમાં હશે. મેચની શરૂઆત: રાતે 8 વાગ્યે.