જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી બાદ તા.26 એપ્રિલ પછી આચારસંહિતા હટાવી લેવા ખેડૂત હિતરક્ષક સમિતિની માગApril 20, 2019


ગુજરાતમાં 26 એપ્રિલ પછી આચાર સહિતા હટાવવા માટે ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે ખેડૂત રક્ષક સમિતિના ક્ધવીનર અતુલ શેખડા એ જિલ્લા કલેક્ટર મારફત એક આવેદનપત્ર આપી માંગણી કરી છે કે
ગુજરાતમાં પીવાના પાણીની કારમી તંગી છે ત્યારે પાણી ને લગતા કામો થઇ શકે તે માટે મતદાન થયાના ચારેક દિવસે બાદ આચારસંહિતા હટાવી લેવી જોઈએ જેથી કરીને પાણી ને લગતા કામો થઈ શકે ખાસ કરીને ચેકડેમો, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા, દાર કરવા, પાઇપલાઇન પહોંચાડવી, ખેતર ફરતે ફેનીસિંગ તેમજ પાણીના ટાંકા કરવા
અને પશુપાલન વગેરે કામ થઈ શકે તે માટે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન પૂર્ણ થાય એટલે ચારેક દિવસ બાદ આચાર સહિતા હટાવી લેવી જોઈએ. જો 23 મે ચૂંટણી પરિણામ બાદ કામ શરૂ કરવાના થાય તો ત્યાં સુધીમાં તો ચોમાસુ નજીક આવી જશે જેથી કામો પણ પૂરા નહીં થઈ શકે.