મેંગો મેજિક: જાદુઇ ગુણોથી સભર મીઠી મધુરી કેરીApril 20, 2019

  કેમ છો દોસ્તો! મજામાં ને ?
હાલ ઉનાળાની સીઝન પૂર બહારમાં છે મિત્રો દરેક ઋતુનો પોતાનો આગવો અંદાજ હોય છે અને ખાસિયત હોય છે દરેક ઋતુ મુજબ પ્રકૃતિએ ફળ, ફુલ, શાકભાજીનું નિર્માણ કર્યું છે. બીજી બધી ઋતુ કરતા ઉનાળામાં આવતી કેરી દરેકને પ્રિય હોય છે તેને ફળોનો રાજા કહેવાય છે. નાના-મોટા દરેકના મોંમા કેરી જોઇને પાણી આવી જાય છે આ કેરી ફકત સ્વાદિષ્ટ છે એવું નથી ગુણકારી પણ ખૂબ છે, દોસ્તો, તમે બધા તો કેરી ખાતા જ હશો પણ હવે ખાતી વખતે તેના આ બધા ગુણોને પણ યાદ કરજો હ પાકી કેરી ત્રિદોષરહિત માનવામાં આવે છે તે વાત, પિત્ત, કફનું શમન કરનાર છે. મીઠી કેરી શરીરમાં શક્તિ પ્રદાન કરનાર છે
હ કેરી વાયુના વિકારને દૂર કરે છે સાથે પેટના રોગો માટે પણ લાભદાયી છે. કેરી કબજિયાત દૂર કરે છે
હ કેરીમાં ફાયબરની માત્રા વધુ હોય છે તેથી કેરી ખાવાથી શરીરમાં ફાયબર વધે છે.
હ પાકી કેરી અનેક તત્ત્વોથી ભરપૂર હોય છે તેમાં વિટામીન-સી ઉપરાંત એનર્જી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરે હોય છે.
હ શારીરિક રીતે દુર્બળ એવા લોકોએ કેરી ખાસ ખાવી જોઇએ તેથી બાળકો અને વૃધ્ધો તેમજ અશકત લોકોએ ખાસ કેરી ખાવી જોઇએ.
હ કેરીના રસમાં સિંધવમીઠુ અને સૂંઢનો પાવડર ઉમેરી ઉપયોગમાં લેવાથી ગેસ કે બીજી પેટની સમસ્યા થતી નથી.
હ આયુર્વેદમાં પણ કેરીના વિશેષ લાભો દર્શાવ્યા છે
હ કેરીની ચીર કરીને ખાઇ શકાય છે, છાલ કાઢી પીસ કરો કે પછી તેને ક્રશ કરીને તેનો રસ કાઢો કે પછી ઘોળીને ચુસો કોઇપણ પ્રકારે કેરી ખાવાથી ફાયદો જ થાય છે.
હ હાલ કેરીની સીઝન આવતા લોકો મેંગો શેઇક, મેંગો આઇસ્ક્રીમ , મેંગો શીખંડ જાતજાતની વસ્તુમાં કેરીનો ઉપયોગ કરે છે આ બધામાં કેરીનું પ્રમાણ ઓછું હોવાથી એટલું ગુણકારી નથી છતાં ઉનાળાની ગરમીમાં ઠંડક અને આનંદ મેળવવા લોકો આ બધાનો ઉપયોગ કરે છે.
દોસ્તો, કેરીના આ બધા ફાયદા પછી કેરી ખાવાનું ચૂકતા નહીં. હા, તમને કઇ રીતે કેરી ખાવાની ગમે છે તે તમારે નકકી કરવાનું છે તો મેંગો મેજિક સાથે બધાને હેપ્પી સમર.