રાહુલ ગાંધીના 72000 રૂપિયા કોને, કયારે, કઇ રીતે મળશે?April 03, 2019

નવી દિલ્હી તા. 3
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા ગરીબોને વર્ષે 72 હજાર રૂપિયા આપવાના વાયદાને મેનિફેસ્ટોમાં સામેલ કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) 2ના સમય દેશમાં 22 ટકા જ ગરીબી બચી હતી. આ માટે તેઓએ 2011-12 દરમિયાન થયેલા આર્થિક સર્વેક્ષણનો હવાલો આપ્યો. સાથે જ દાવો કર્યો કે આઝાદી સમયે ગરીબીનો આંકડો 70 ટકા હતા. પરંતુ હવે કોંગ્રેસ 22 ટકા ગરીબીને ખતમ કરવા ઇચ્છે છે. આ માટે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે ત્યારે એનવાયએવાય (ન્યાય) યોજના લાગુ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો હિન્દુસ્તાનના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72000 રૂપિયા બેંક ખાતામાં નાખવામાં આવશે. આ માટે શરત એટલી કે ગરીબ પરિવારના ઘરની કોઇ મહિલાના નામે બેંક ખાતું હોવું જોઇએ અને પરિવારની આવક દર મહિને 12,000 રૂપિયાથી ઓછી હોવી જોઇએ. પરંતુ આ યોજનાને લઇને અનેક હોબાળો મચી રહ્યો છે, કારણ કે મિનિમમ ઇનકમ ગેરંટી એક વૈશ્વિક પરિકલ્પના છે, દુનિયાના મોટા અર્થશાસ્ત્રી આના પર લાંબો વિચાર કરી ચૂક્યા છે. જો તમારી આવક 40 હજાર છે તો માત્ર 32 હજાર જ મળશે. અથવા 72 હજાક ડાયરેક્ટ ખાતામાં જમા થશે.
આ અંગે કોંગ્રેસ નેતા પ્રવિણ ચક્રવર્તીનું કહેવું છે કે 72 હજાર રૂપિયા એક સ્ટાન્ડર્ડ અમાઉન્ટ છે. ભારતના 20 ટકા સૌથી ગરીબ પરિવારને આ લાભ મળશે. પૂર્ણ મળશે, લાભાર્થી પરિવારના ખાતામાં 72 હજાર નાખવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના ચૂંટણી ભાષણમાં કહેતા આવ્યા છે કે પાંચ વર્ષમાં 3,60,000 રૂપિયા કોંગ્રેસ પાર્ટી આપી વાયદો પૂરો બતાવશે. ભારત એક સંઘીય વ્યવસ્થાવાળો દેશ છે. અહીં કામના આધાર પર ક્ષેત્રોને પહેલા પ્રદેશમાં પછી જિલ્લામાં વેંચવામાં આવ્યા છે.
એવામાં જ્યારેપણ સૌથી ગરીબ 20 ટકા લોકોની સૂચી તૈયાર કરવામાં આવશે તો ટોચથી લઇને જિલ્લા અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવશે. આવી રીતે બનશે ગરીબોની સૂચિ
આ અંગે સેવાનિવૃત આઇપીએસ અધિકારી એમએમ મિશ્રાનું કહેવું છે કે જિલ્લાધિકારીઓ પાસે પહેલાથી જ ગરીબી રેખાથી નીચે એટલે કે બીપીએલ કાર્ડ ધારકની સૂચી હોય છે. પરંતુ કોઇ યોજના આ કાર્ડ આધારિત હોય તો ફરીથી આ યાદી તૈયાર કરવાની રહેશે, અથવા તેની તપાસ કરવામાં આવશે. આઇપીએસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લાધિકારી, તહસીલદાર અને ઉપજિલ્લાધિકારીને જાણ કરશે. સાથે જ તેઓ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોના સરપંટચ અથવા ગ્રામ પ્રધાનોને પણ સમન કરશે, કારણ કે બીપીએલ, એપીએલ કાર્ડ અથવા નિશ્રારિત લોકોના કાર્ડ બનાવવામાં ગ્રામ પ્રધાનોની સૌથી મોટી ભૂમિકા હોય છે. પરંતુ દેશમાં મોટભાગના રાજ્યોમાં બીપીએલ કાર્ડ માટે તેઓ તમામ પરિવારની યોગ્યતા વાર્ષિક આવક 46,000થી 48,000 હોય ત્યારે ગણાય છે. કોંગ્રેસનો વાયદો છે કે જે પરિવારની આવક 12 હજાર માસિકથી ઓછી હોય. એવામાં જિલ્લાધિકારી માટે આ લિસ્ટ માપવા માટે તહસીલદાર દ્વારા નિર્ગત કરવામાં આવેલા આવકના દાખલાની જરૂર પડશે. અથવા જિલ્લાના તમામ લોકોને આમંત્રણ કરવામાં આવશે કે તેઓ પોતાની આવક 12થી ઓછી હોવાના પૂરાવા આપે. આ માટે કોઇ સમયસીમા નક્કી કરવામાં આવશે.