IL&FSનાં પૂર્વ ચેરમેન ગિરફ્તારApril 02, 2019

મુંબઇ: દેવામાં ફસાયેલી ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ સમુહ આઈએલએન્ડએફએસ સાથે જોડાયેલા મામલાની તપાસમાં પ્રથમ ધરપકડ થઈ છે. એસએફઆઈઓએ કંપનીના પૂર્વ ચેરમેન હરિ શંકરનની મુંબઈમાંથી ધરપકડ કરી છે. સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)એ અધિકારોના દુરઉપયોગના આરોપમાં શંકરનની ધરપકડ કરી છે.મુંબઈની એક વિશેષ કોર્ટે હરિ શંકરનને ગુરૂવાર સુધી એસએફઆઈઓને રિમાન્ડ પર સોપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરને બેઈમાનીની નિયતથી તે કંપનીઓને લોન આપી, જે ભરોસા પાત્ર ન હતી. જેની લોનને એનપીએ જાહેર કરવામાં આવી હતી. તે કંપની અને તેના લેન્ડર્સને ભારે નુકસાન થયું.આઈએલએન્ડએફએસ ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે ડેટ ઈનસ્ટ્રૂમેન્ટ્સ અને બેન્ક લોન દ્વારા 17,000 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. પ્રોવિડન્ટ ફન્ડો, પેન્શન ફન્ડો, ગ્રેજ્યુઈ્ટી ફન્ડો, મ્યુચ્યુઅલ ફન્ડો, સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રની બેન્કોએ કંપનીના ડેટ ઈસ્ટ્રૂમેન્ટનમાં ભારે રોકાણ કર્યું છે.