ઓટીઝમ: સારવાર નહી પણ સ્વીકાર અને સ્નેહસભર માવજતApril 02, 2019

  • ઓટીઝમ: સારવાર નહી પણ સ્વીકાર અને સ્નેહસભર માવજત
  • ઓટીઝમ: સારવાર નહી પણ સ્વીકાર અને સ્નેહસભર માવજત

ધીરેન અને ધ્વનિને ત્યાં પુત્ર નીલનો જન્મ થયો ત્યારે પરિવાર સહિત દરેક ખુશખુશાલ હતા. પતિ-પત્ની બંનેને જાણે ધરતી પર જ સ્વર્ગ મળી ગયું હતું પરંતુ નીલ જેમ જેમ મોટો થવા લાગ્યો ત્યારે એવું લાગ્યું કે સામાન્ય બાળકની જેમ નીલ ખીલખીલાટ હસતો-રમતો નથી કે તુરંત રીસ્પોન્સ આપતો નથી. ધ્વનિ ઉદાસ થઇ ગઇ. 4-5 વર્ષ સુધી રાહ જોયા બાદ ધીરજ ખુટતા તેઓ અંધશ્રધ્ધામાં ઉતરતા ગયા બાદમાં કોઇની સલાહથી ડોકટરને બતાવતા જાણ થઇ કે નીલને ‘ઓટીઝમ’ છે.
ધીરેન અને ધ્વનિ જેવા અનેક માતા-પિતા હશે જેને આવું સંતાન હશે. ‘ઓટીઝમ’ શબ્દ આમ તો જાણીતો છે પણ તેના વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. તા.2 એપ્રિલના વિશ્ર્વ ઓટીઝમ દિવસ છે ત્યારે ઓટીઝમ વિશે જાણવું જરૂરી છે. ઓટીઝમ એ પરવેઝીવ ડેવલપમેન્ટ ડિસ ઓર્ડરનો એક પ્રકાર છે જે તેના નામ પ્રમાણે કાયમી ધોરણે વિકાસનો ડિસ ઓર્ડર છે તે મંદબુધ્ધિ કરતા થોડું અલગ પડે છે. મંદબુધ્ધિમાં બાળકનું સ્ટેપ બાય સ્ટેપ (માઇલ સ્ટોન) ડેવલપમેન્ટ થતું નથી માઇલ સ્ટોન ડેવલપમેન્ટ એટલે બાળકની વૃધ્ધિના તબકકામાં બેસતા શીખે, ચાલતા શીખે, બોલતા શીખે વગેરે જયારે ઓટીઝમમાં આ ડેવલપમેન્ટ હોવા છતાં બાળકમાં કંઇક ખામી જણાય છે. પરવેઝીવ ડેવલપમેન્ટલ ડિસ ઓર્ડરના ચાર પ્રકાર છે.
1) ઓટીસ્ટીક ડિસ ઓર્ડર (ઓટીઝમ)
2) રેટ’ઝ ડિસ ઓર્ડર
3) ચાઇલ્ડ હૂડ ડિસઇન્ટીગ્રેટીવ ડિસ ઓર્ડર
4) એસ્પર્ગર્સ ડિસ ઓર્ડર
ગ ઓટીસ્ટીક ડિસ ઓર્ડર (ઓટીઝમ):
આ પ્રકારના લક્ષણોમાં બાળકને રમાડો તો ઇન્ટરેકટ ન કરે, ઇન્ટરેકશન ન કરે અને કોઇ જ રીસ્પોન્સ ન આપે તેમજ કયારેક કયારેક એકને એક પ્રવૃતિનું પુનરાવર્તન કર્યા કરે
ગરેટ’ઝ ડિસ ઓર્ડર :
આમ તો ઓટીઝમ જેવા લક્ષણો હોય જ છે. પરંતુ છ મહિના સુધી તો સામાન્ય બાળક જેવા જ હોય પરંતુ છ મહિના પછી તેના લક્ષણો દેખાવા લાગે
ગચાઇલ્ડ હૂડ ડિસઇન્ટીગ્રેટીવ ડિસ ઓર્ડર :
આ પ્રકારમાં બે વર્ષ સુધી બાળક નોર્મલ જ હોય પરંતુ ત્યાર બાદ ઓટીઝમના લક્ષણો દેખાવા લાગે છે. જયારે કોઇ બાળકને લઇને માતા-પિતા આવે ત્યારે કયા પ્રકારનુ ડિસ ઓર્ડર છે તે જાણવું જરૂરી છે.
ગ એસ્પર્ગર્સ ડિસ ઓર્ડર:
આ પ્રકારમાં બાળક રીપીટીટીવ એક્ટિવીટી કર્યા કરે. બાળક પોતાની વાત રજૂ કરે કે ભૂખ લાગી છ,ે પાણી પીવું છે વગેરે પરંતુ ઇન્ટરેકશન ન કરે તમે તેને કોઇ વાત પૂછો તો જવાબ ન આપે.
આમ આ બધા પ્રકાર પછી બાળકમાં કયા પ્રકારનું ડિસ ઓર્ડર છે તે જાણવું જરૂરી છે અને ત્યારબાદ ડોકટરના સૂચનને અનુસરવું જોઇએ.
કારણકે તેની કોઇ સંપૂર્ણ સારવાર કે દવા નથી ફકત માતા-પિતા, પરિવારજનો, શિક્ષક, મિત્રો તેના વર્તનમાં ફેરફાર કરી શકે
ઓટીઝમના કોઇ દેખીતા કારણો નથી અમૂક રંગસૂત્રની ખામીના કારણે થાય છે પરંતુ આ બાબતમાં પણ મલ્ટીપલ થીયરી કામ કરે છેે.
એક લાખ બાળકોમાં એક કે બે કેસ જોવા મળે છે. આ રોગનો ઇલાજ નથી તેથી તેનો સ્વીકાર કરીને પોતાના બાળકને પ્રેમભરી માવજતથી સામાન્ય બાળકની જેમ ઉછેરવું એ જ ઉપાય છે બાળકને ‘ઓટીઝમ’ હોય તો શું કરશો?
ઓટીઝમની મેડિકલ ફિલ્ડમાં કોઇ દવા નથી ત્યારે માતા-પિતા, પરિવાજનો, સગા, સંબંધી, અને સમાજે તેને હૂંફ આપી કાળજી લેવી જોઇએ.
ઉં આ પરિસ્થિતીમાં ડોકટર, માતા, પિતા, ભાઇ, બહેન અને ટીચર્સનું કાઉન્સેલીંગ કરી કઇ રીતે વર્તન કરવું તેનું સૂચન કરે છે
ઉં બાળક કોઇ એકને એક પ્રવૃતિ વારંવાર કરે કે કોઇ વાત બોલે ત્યારે તેની મજાક કરવાના બદલે ઓછા કરવાના પ્રયત્નો કરવા
ઉં બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ બીજા બાળકો સાથે રમવા જાય ત્યારે તેને કોઇ ચીડવે નહીં કે માર ન મારે તે ધ્યાન રાખવું
ઉં દીકરી હોય તો ચાઇલ્ડ એબ્યુઝ ન થાય તે ધ્યાન રાખો ઉં સગા-સંબંધીમાં પણ તેની મજાક ઉડાવવા દ્વારા સાઇકોલોજીકલ ઇન્જરી ન થાય તે ધ્યાન રાખો
ઉં કોઇ દવા કે ઇલાજ હોય એક ડોકટર થી બીજા ડોકટર પાસે જઇ માનસિક પરેશાની ન ભોગવવી
ઉં અંતિમ ખાસ વાત એ કે અંધશ્રધ્ધા અને મંત્ર-તંત્ર કે દારા-ધાગાથી દૂર રહેવું કારણ તેના કારણે માનસિક ત્રાસ અને કયારેક મજાકનો ભોગ બનવું પડે છે. બાળક રીસ્પોન્સ ન આપે અને એકને
એક પ્રવૃતિ વારંવાર કરે તો ‘ઓટીઝમ’ની શકયતા છે: ઓટીઝમ થવાનું કોઇ ચોક્કસ કારણ શોધવું અઘરુ છે તેમજ અનેક બાબતોના કારણે ચોકકસ સારવાર શક્ય નથી તેથી માતા-પિતાએ કેટલીક બાબતોનો ખ્યાલ રાખી બાળકનો ઉછેર કરવો જરૂરી