નેપાળમાં વરસાદી કહેર: 25 લોકોનાં મોતApril 01, 2019

કાઠમંડુ: વરસાદ અને ભયંકર તોફાને ગઇકાલે પાડોશી દેશ નેપાળની હલાવીને મૂકી દીધું છ. આ તોફાનથી 25 લોકોના મોત થયા છે. જ્યારે 400થી વધુ ઘાયલ થયા છે. નેપાળની આર્મી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગી ગઇ છે. નેપાળ આર્મીના પ્રવકતા એ કહ્યું કે ઇમરજન્સી જેવી સ્થિતિથી છુટકારો મેળવવા માટે એમઆઇ-17 હેલિકોપ્ટર તૈયાર રાખ્યા છે. આ સિવાય રાહત સામગ્રી પહોંચાડવા માટે સિમારામાં કાર્ગો એરક્રાફ્ટ પણ તૈયાર છે. પ્રભાવિત વિસ્તારોમાં 100 જવાનોને તૈનાત કરાયા છે. હિમાલયન ટાઇમ્સના મતે આ તોફાન દક્ષિણ જિલ્લા બાબા અને પાસના પરસામાં સાંજના સમયે આવ્યું હતું. જિલ્લા પોલીસ કાર્યાલયના મતે પરસામાં ઘાયલોની સંખ્યા વધી શકે છે. નેપાળની સેનાએ 25 લોકોના મોત અને 400થી વધુ લોકો ઘાયલ થવાની પુષ્ટિ કરી છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ મૃતકોના પરિવારોના પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે.